Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર મહાત્માગાંધી હોસ્પિટલમાં RBSK & અનુષ્કા ફાઉન્ડેશન ફોર ઈલીમીનેટીંગ ક્લબફૂટ દ્વારા ક્લબફૂટની મફતમાં સારવાર

Free Treatment of Clubfoot – સુરેન્દ્રનગર મહાત્માગાંધી હોસ્પિટલમાં RBSK & અનુષ્કા ફાઉન્ડેશન ફોર ઈલીમીનેટીંગ ક્લબફૂટ દ્વારા ક્લબફૂટની મફતમાં સારવાર

માહિર, જીયા, આનંદ, ધાર્મિક, ધાર્મિ જેવા અનેક કલબફૂટ ખામી વાળા બાળકોને મળી નિશુલ્ક સારવાર

બાળકનાં જન્મ સમયે બાળકોના વાકા-ચુકા પગ કોઈ પણ માતા પિતાને માનસિક સમસ્યામાં મૂકી શકે છે એમના ચહેરાની ખુસી છીનવી લે છે. આવુજ માહિરના માતા પિતા સાથે થયેલ માહિરને જન્મથી જ ક્લબફૂટ હતું આ બાબતે જ્યાં ડીલવરી કરી ત્યાં DR. કહ્યું આ બાળકને ક્લબફૂટની ખામી છે, તમે બાળકને ઓર્થોપેટીક DR. બતાવો આથી અમે ખાનગી દવાખાનામાં ખર્ચો કરી શકે તેમ ન હતા. એવાજ સમયે અમને આરોગ્ય શાખા RBSKના સાહેબ  દ્વારા માહિતી મળી કે આવા બાળકોની મફતમાં સારવાર ગાંધી હોસ્પિટલમાં થાય છે,

આથી અમે 15 દિવસના બાળક માહિરને લઇ ગાંધી હોસ્પિટલ-સુરેન્દ્રનગર પહોચ્યા ત્યાં મને હિતેશભાઈ મળ્યા જેઓ અમને હાડકાના ડોકટર કલ્પેશ સાહેબ પાસે તપાસ માટે લઇ ગયા સાહેબ દ્વારા નિદાન બાદ ખાતરી થઈ કે બાળકને ક્લબફૂટ છે આની સારવાર આજથી ચાલુ કરી શકાય, ત્યાર બાદ અનુષ્કા ફાઉન્ડેશનના પોગ્રામ એક્ઝિક્યુટિવ હિતેશભાઈ ચાવડા દ્વારા અમને ક્લબફૂટ વિષે વિગતવાર માહિતી આપવામાં આવી કેટલો સમય લાગશે, કલબ ફૂટમાં કઈ રીતે સારવાર અપાશે બધી માહિતી અમને હિતેશભાઈ દ્વારા આપવામાં આવી અમે એજ દિવશે સારવાર ચાલુ કરાવી

આ સમય દરમ્યાન અમે ધણો મુશ્કેલીનો સામનો કર્યો અમને થયું અમારું બાળક સારુંથશે કે નહી એ ચિંતા સતત મનમાં ચાલ્યા કરતી પરંતુ સુરેન્દ્રનગરમાં પ્લાસ્ટરના 5 પ્લાસ્ટરના પાટા.ટેનોટમી અને વિષેશ પ્ર્ર્કારના બુટ (બ્રેસ) બાદ પગ પહેલા કરતા ઘણો સીધો જોવા મળ્યો આથી હવે અમને આશા છે કે અમારા બાળક યોગ્ય કાળજી અને સારવાર સમયસર કરાવી શું તો ચોક્કસ સારું થઇ જશે

મહાત્માગાંધી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડૉ.કલ્પેશ સાહેબ

ડો.કલ્પેશ સાહેબના કહ્યા અનુસાર કલબફૂટની ખોટ-ખાપણ ધરાવતા બાળકો જેટલું બને એટલી ઝડપી સારવાર ચાલુ કરાવે અને એક વાર સારવાર ચાલુ કર્યા પછી જયા સુધી કહેવામાં ના આવે ત્યાં સુધી સારવાર ચાલુ રાખવી બાળક માટે હિતાવ છે, ક્લબફૂટની સારવાર પોન્સેટી પદ્ધતિથી કરવામાં આવે છે જેમાં 4 થઈ 8 પ્લાસ્ટર, ટેનોટમી અને બ્રેસની મદદ લેવામાં આવે છે જો સમયસર સારવાર કરાવવામાં આવે તો બાળક ચોક્કસ પણે સારું થઇ જાય છે, અને અન્ય બાળકોની જેમ જ રમી શકે ચાલી શકે અને દોડી શકે છે.

આ ઉપરાંત અમુક બાળકોને કસરતની પણ જરૂરીયાત હોઈ છે તો આવા બાળકો ને DEIC વિભાગમાં કાર્યરત સુમન મેડમ દ્વારા ક્લબફૂટ વાળા બાળકોને કઈ રીતે કસરત કરાવવી તેની પ્રેક્ટીસ અને માર્ગદર્શન આપવામાં આવે છે.

બાળકોને બ્રેસ પહેરાવતા અનુષ્કા ફાઉન્ડેશનના પોગ્રામ એક્ઝિક્યુટિવ હિતેશભાઈ ચાવડા

અનુષ્કા ફાઉન્ડેશનમાં ફરજ બજાવતા હિતેશભાઈ ચાવડા કહ્યા અનુસાર મહાત્માગાંધી હોસ્પિટલ-સુરેન્દ્રનગરમાં અત્યાર સુધી 25 જેટલા બાળકો સારવાર લઇ ચૂકયા છે. મહાત્માગાંધી હોસ્પિટલ-સુરેન્દ્રનગરમાં ઓર્થોપેડિક ડૉ. કલ્પેસસાહેબના નેતુત્વમાં ક્લબફૂટ વાળા બાળકોની સારવાર કરવામાં આવી રહી છે, અનુષ્કા ફાઉન્ડેશન દ્વારા ક્લબફૂટ વાળા બાળકો મફતમાં વિશેસ પ્રકારના બુટ (બ્રેસ) આપવામાં આવે છે બાળકોને બ્રેસ કેવી રીતે પહેરવા ક્યારે પહેરવા અને કલબફૂટની તમમાં સારવારની માહિતી (કાઉસલિંગ) અનુષ્કા ફાઉન્ડેશનમાં ફરજ બજાવતા હિતેશભાઈ ચાવડા દ્વારા આપવામાં આવે છે.

RBSK, અનુષ્કા ફાઉન્ડેશન ફોર ઈલીમીનેટીંગ ક્લબફૂટ અને મહાત્માગાંધી હોસ્પિટલ-સુરેન્દ્રનગર સહયોગથી મહાત્માગાંધી હોસ્પિટલમાં દરેક શુક્રવારે સવારે 9:00 થી  12:00 સુધી ક્લબફૂટ વાળા બાળકોની સારવાર તદન મફત કરી આપવામાં આવે છે.

આવી જ રીતે સુરેન્દ્રનગર જીલ્લામાં મહાત્માગાંધી હોસ્પિટલમાં RBSK અને અનુષ્કા ફાઉન્ડેશનના સંયુક્ત સંયોજનથી આજદિન સુધી 25 થી પણ વધારે બાળકો ક્લબફૂટની સારવાર બુલકુલ મફતમાં લઇ ચુક્યા છે.

સંપર્ક :- કલબફૂટ સારવાર માટે સંપર્ક નીચે મુજબ કરવા વિનતી.
           મહાત્મા ગાંધી હોસ્પિટલ, બસ સ્ટેશન સામે, સુરેન્દ્રનગર

           હિતેશભાઈ ચાવડા, મોબાઈલ નંબર :- 7208973870/9714299787

ચોટીલા ખાતે રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version