સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પાસેથી તા. ૧૬ માર્ચથી

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પાસેથી તા. ૧૬ માર્ચથી

લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરાશે

  • લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરાશે

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પાસેથી તા. ૧૬ માર્ચથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરાશે
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પાસેથી તા. ૧૬ માર્ચથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરાશે

ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લીમીટેડ, સુરેન્દ્રનગરના નાયબ જિલ્લા મેનેજરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સીઝન – ૨૦૨૧-૨૨ અંતર્ગત ઘઉંની ખરીદી આગામી તા. ૧૬/૦૩/૨૦૨૧ થી તા. ૩૧/૦૫/૨૦૨૧ દરમ્યાન કરવામાં આવશે.

સુરેન્દ્રનગર જિલ્લાના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના વઢવાણ, લીંબડી, સાયલા, ચોટીલા, ચુડા,  મુળી,  ધ્રાંગધ્રા, પાટડી, લખતર અને  થાન ગોડાઉન કેન્દ્રો ખાતેથી હાથ ધરાનાર આ ખરીદી માટે ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ રૂપિયા ૧૯૭૫ પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે. લઘુતમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.ના સબંધિત ગોડાઉન કેન્દ્રો ખાતે તથા ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તા. ૩૧/૦૩/૨૦૨૧ સુધી કરવામાં આવશે. જેને ધ્યાને લઇ જિલ્લાના ખેડૂતોને નોંધણી કરાવવા વધુમાં જણાવાયું છે.

વધુ સમાચાર માટે…