Ganesh Mohotsav – સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિભાવપૂર્વક શોભાયાત્રાઓ બાદ ગણેશ મહોત્સવ સંપન્ન
શહેરના મુખ્ય માર્ગો પર વિસર્જનની યાત્રા નિકળી – મુળી, લખતર, થાન, ચોટીલા સહિતના શહેરોમાં વાજતે ગાજતે શ્રીજીને વિદાયમાન અપાયું
- 24 વર્ષથી યોજાતા ગણેશોત્સવની યાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો
સમગ્ર દેશમાં છેલ્લા 10 દિવસથી ગણેશ મહોત્સવ ધામધુમપૂર્વક ચાલી રહ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં યુવક મંડળો સહિત શેરી, મહોલ્લાઓમાં પંડાલો બનાવી ગણેશજીની મૂર્તિઓ પ્રસ્થાપિત કરાઈ હતી. જયારે સુરેન્દ્રનગર શહેરના માઈ મંદિર રોડ, જવાહર ચોક, બાલા હનુમાન રોડ, જે.પી.રોડ, જવાહર રોડ, મેઈન રોડ, મેગામોલ, સહિત 80 ફુટ રોડ, જિનતાન રોડ વગેરે વિસ્તારોમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી મોટા ભાગના ગણપતિ મહોત્સવ પાંચ અથવા સાત દિવસ બાદ સંપન્ન થયા હતા.
GANDHINAGAR- ગાંધીનગરના દહેગામ પાસે આવેલા વાસણા સોગઠી ગામે ઘટી કરુણાંતિકા
ત્યારે છેલ્લા 24 વર્ષથી વાદીપરા યુવક મંડળ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવના અંતિમ દિવસે આરતી બાદ ભવ્ય વિસર્જન શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ડી.જે.,ઢોલ-નગારા સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને પરંપરાગત રાસ-ગરબા લઈ ગણપતિદાદાને અગલે બરસતું જલદી આ ના નારા સાથે ભક્તિભાવપૂર્વક વિદાય આપી હતી.
FAKE CBI OFFICER- નકલી CBI અધિકારી બની રોફ જમાવતા સુરેન્દ્રનગરના ભાજપ કોર્પોરેટર સહિત ત્રણની ધરપકડ
શહેરના મુખ્ય માર્ગો પર આ ગણપતિ વિસર્જન યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં હતાં. જીલ્લાના મુળી, ધ્રાંગધ્રા, પાટડી, લખતર, થાન, ચોટીલા સહિતના તાલુકાઓમાં પણ ગણેશ મહોત્સવ સંપન્ન થયા બાદ વાજતે ગાજતે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. ઉપરાંત ધ્રાંગધ્રા શહેરનાં મોટી શેરી, રોકડીયા હનુમાન, નરસીપરા, એકદંતા યુવક મંડળ, મીડલ પોઈન્ટ ગૃપ સહિત વિવિધ સ્થળોએ પૂર્ણાહુતિના ભાગરૂપે વિસર્જન, મહાપ્રસાદ તેમજ ઈનામી ડ્રો જેવા આયોજનો સાથે ભવ્ય વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી.
MINERAL THEFT – સાયલાના સુદામડામાં ખનીજચોરી મુદ્દે ઘર ઉપર 10 રાઉન્ડ ફાયરિંગ
ગુજરાત સમાચાર