બેંક ખાતામાંથી ગઠીયો 1.25 લાખ ઉપાડી ગયો
- ધ્રાંગધ્રા ખાતે રહેતા કેતનભાઇ ઠક્કર નામના યુવાનના મોબાઇલમાં મેસેજ આવ્યો કે તમારા ખાતામાં રૂપિયા પચ્ચીસ હજારની બેંક ડિપોઝીટ જમા થઇ છે.
- તમને બેંક દ્વારા પચ્ચીસ હજારની ડિપોઝીટ આપવામાં આવી છે.
- આથી તમારામાં ઓટીપી આવશે તે આપવા વિનંતી છે.
- ઓટીપી નંબર આપતા તેના ખાતામાંથી એક લાખ પચ્ચીસ હજાર ઉપાડી લીધા હતા.
ધ્રાંગધ્રા ખાતે રહેતા કેતનભાઇ ઠક્કર નામના યુવાનના મોબાઇલમાં મેસેજ આવ્યો કે તમારા ખાતામાં રૂપિયા પચ્ચીસ હજારની બેંક ડિપોઝીટ જમા થઇ છે. આથી યુવાને વિચાર્યું કે પચ્ચીસ હજારની ડિપોઝીટ કરાવી નથી તો આ રકમ આવી ક્યાંથી. એટલા સમયમાં તેમના મોબાઇલમાં ફરી ફોન આવ્યો કે હું બેંકમાંથી બોલું છું. તમને બેંક દ્વારા પચ્ચીસ હજારની ડિપોઝીટ આપવામાં આવી છે. આથી તમારામાં ઓટીપી આવશે તે આપવા વિનંતી છે.
વિશ્વ મહિલા દિન નિમિતે શહેરમાં યોજાયો ત્રિવેણી સંગમ કાર્યક્રમ
આથી યુવાન કેતનભાઇએ ઓટીપી નંબર આપતા તેના ખાતામાંથી એક લાખ પચ્ચીસ હજાર ઉપાડી લીધા હતા. આથી કેતનભાઇએ બેંકમાં જાણ કરી હતી. બેંક દ્વારા જણાવ્યું કે તમારી સાથે ઠગાઇ થઇ છે. આ બનાવ અંગે યુવાન કેતન ઠક્કરે ધ્રાંગધ્રા સિટી પોલીસ અને સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાવેલ છે. બેંક દ્વારા વારંવાર જાણ કરવામાં આવે છે. તમારા મોબાઈલ પર આવતા ફોનથી કે મેસેજથી કોઇએ પણ ઓટીપી આપવો નહીં અને રૂબરૂ બેંકનો સંપર્ક કરવો.