Site icon સોહમ 24 ન્યુઝ

લગ્નની પીઠીના દિવસે જ રાજકોટમાં પોલીસ ભરતી માટે ગ્રાઉન્ડ ટેસ્ટ, લીંબડીની યુવતીની એક દિવસે બે પરિક્ષા

લગ્નની પીઠીના દિવસે જ રાજકોટમાં પોલીસ ભરતી માટે ગ્રાઉન્ડ ટેસ્ટ, લીંબડીની યુવતીની એક દિવસે બે પરિક્ષા

Google News Follow Us Link

લીંબડી શહેરના વિષ્ણુનગર સોસાયટીમાં રહેતી દિકરી પોલીસની ભરતી માટે સખત મહેનત કરી રહી છે. ત્યારે આ દિકરીના લગ્ન પણ 14 ડિસેમ્બર છે. ત્યારે દિકરીના જીવનમાં એક સાથે બે પરીક્ષાનો સંયોગ સર્જાતા તા. 13 ડિસેમ્બરે લગ્નની પીઠીએ પોલીસ ભરતીના રાજકોટમાં આવેલા ગ્રાઉન્ટમાં ટેસ્ટ માટે દોડ લગાવશે. લીંબડી શહેરના વિષ્ણુનગર સોસાયટીમા રહેતી પુજા બળદેવભાઈ મકવાણાએ અન્ય યુવતીઓ માટે એક પ્રેરણા દાયક પહેલ કરેલી છે.

ભારતની હરનાઝ સંધુએ જીત્યો મિસ યુનિવર્સનો તાજ, જાણો કોણ છે આ યુવતી

તો વાત કરવામાં આવે તો આ પુજા નામની દિકરી જેઓના લગ્ન તારીખની 14-12-2021ના હોય અને તા. 12-12-2021ની લગ્નની પીઠી ચોળી હતી. અને આજે એટલે કે તા. 13-12-2021 રાજકોટ ખાતે પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ ટેસ્ટ હોવાથી આ પુજા ગ્રાઉન્ડ ખાતે દોડની ટેસ્ટ આપવા જશે. વધુમાં ત્યારે આ દિકરીના માતા પિતાએ આવી પહેલ કરી અન્ય દિકરીઓના માતા-પિતા માટે દિકરી દિકરો સમાનનું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું.

4 વર્ષમાં સુરેન્દ્રનગરમાંથી 450 દર્દીએ આઇસીયુ ઓન વ્હીલ્સનો લાભ લીધો

હું પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ પાસ કરીશ

હું પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ પાસ કરીશ અને લગ્નજીવનની પરીક્ષા પણ પાસ કરીશ. ત્યારે આ બન્ને પરીક્ષા પાસ કરવા માટે મારા માતા-પિતા, ભાઈ-બહેન અને પરિવારો મોટો સપોર્ટ રહેશે. હું સદાય પરિવાર સેવા સાથે દેશ સેવા માટે હરહંમેશ તત્પર રહીશ. – પૂજા બળદેવભાઈ મકવાણા

PM મોદી કાળ ભૈરવ મંદિર પહોંચ્યા, કાશીના કોટવાલની કરી પૂજા-અર્ચના, જુઓ Video

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version