Site icon સોહમ 24 ન્યુઝ

Central GST Department – વઢવાણ જીએસટી આઉટરીચ પ્રોગ્રામ યોજાયો

Central GST Department – સેન્ટ્રલ જીએસટી ડિપાર્ટમેન્ટ, ઝાલાવાડ ચેમ્બર અને વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે જીએસટી આઉટરીચ પ્રોગ્રામ યોજાયો

Google News Follow Us Link

ભાવનગર રીજીયનના સેંટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સેસ અને કસ્ટમ અને સેન્ટ્રલ જીએસટી, શ્રી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશના સંયુક્ત ઉપક્રમે પ્રેસીડેન્ટ હોટેલ, સુરેન્દ્રનગર ખાતે જીએસટી આઉટરીચ પ્રોગ્રામ જોઇન્ટ કમિશ્નર શ્રી અનિશ પરાસરની ઉપસ્થિતિમાં યોજાયો.

જોઇન્ટ કમિશ્નરશ્રી અનિશ પરાસર દ્વારા માહિતી આપતા જણાવ્યું કે, કોટન કોમોડીટી સાથે જોડાયેલા એકમોને જીએસટીના કાયદા મુજબ કપાસ ઉપર આરસીએમ ભરવાની જવાબદારી તથા રીટર્ન ક્રુટીની માટે ઇશ્યુ થતી એએસએમ-10ની નોટીસને ગંભીરતાથી લઇ તેના કોમ્પ્લાયન્સ પુરા કરવાની વિશે માહિતગાર કરેલ અને તે અંગેની જવાબદારી વિશે સમજ આપી હતી.

ટ્રેડને કોઇપણ પ્રકારની તકલીફ પડતી હોય તો વિના સંકોચે અને વિના ભયે ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવા જણાવ્યું. વિશેષમાં ટ્રેડ દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની બાહેંધરી આપી હતી. જૂના વર્ષોની ઇનપુટ ટેક્સ ક્લેઇમ કરી હોય. જેની હાલ નોટીસ આવેલ હોય કે, જેની પાસેથી ખરીદી કરેલ હોય તે પાર્ટી બોગસ સાબિત થતા જે ટ્રેડ એ ક્રેડીટ લીધેલ છે તે પાર્ટીને ઇનપુટ ક્રેડીટ ટેક્સ વ્યાજ અને પેનલ્ટી સાથે રીવર્સ કરવાની નોટીસ રીસીવ થયેલ છે, તે બાબતને ગંભીરતાથી લેવા અને આનાથી કેવી રીતે બચી શકાય તે બાબતે સુચન આપેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા ચેમ્બરના ટેક્સ કમિટિના જયદીપ બાવલીયાએ જહેમત ઉઠાવેલ. આ પ્રોગ્રામમાં સેન્ટ્રલ જીએસટીના વિવિધ ડિવિઝનના અધિકારીઓ, ઝાલાવાડ ચેમ્બરના પ્રમુખ મયુરભાઇ ત્રિવેદી, ઉપ-પ્રમુખ દિનેશભાઇ તુરખીયા, માનદ્દમંત્રી માધવીબેન શાહ, સહ માનદ્દમંત્રી કેયુરભાઇ કોઠારી, વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ સુમિત પટેલ, સેક્રેટરી સાવન પટેલ, સુરેન્દ્રનગર, વઢવાણ, થાનગઢ, લીંબડી, ધ્રાંગધ્રાના વેપાર-ઉદ્યોગના એસોસીએશનના હોદ્દેદારો, બાર એસોસીએશનના હોદ્દેદારો, ટેક્સ પ્રેક્ટીશનર મિત્રો તથા વેપારી-ઉદ્યોગકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Meeting – સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને નવા નિમણૂક થયેલા રેલવે કમિટી મેમ્બર સાથે મીટીંગ યોજાઇ

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version