Site icon સોહમ 24 ન્યુઝ

Gujarat Edible Oil- તહેવારો પર સીંગતેલ-કપાસિયા તેલના ભાવમાં ભડકો

Gujarat Edible Oil- તહેવારો પર સીંગતેલ-કપાસિયા તેલના ભાવમાં ભડકો

Google News Follow Us Link

દેશભરમાં આજે લોકો ગણેશોત્સવ ઉજવી રહ્યાં છે. જોકે, બાપ્પાના આગમનની સાથે ગુજરાતમાં મોંઘવારીનો પણ પ્રવેશ થઈ ચુક્યો છે. તહેવારમાં ઘરે વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે, પરંતુ આ વખતે ઘરોમાં આ વાનગીનું પ્રમાણ ઓછું થઈ શકે છે. રાજકોટમાં આજે બજાર ખુલતાની સાથે ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. જેનાથી તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. બજારમાં આજે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો મુકાયો છે.

કેટલો થયો વધારો?

છેલ્લાં બે દિવસમાં જ કપાસિયા તેલનો ભાવ 70 રૂપિયા સુધી વધી ગયો છે. બીજી બાજુ સીંગતેલના ભાવમાં પણ 60 રૂપિયાનો વધારો નોંધાયો છે. તાજેતરમાં પડેલાં ભારે વરસાદના કારણે મિલોને કાચો માલ ન મળતાં પિલાણ ઘટ્યું છે. જેના કારણે તેલના ભાવમાં વધારો નોંધાયો છે.

Kisan Sahay Rally – સુરેન્દ્રનગરમાં ‘આપ’ના નેતા રાજુ કરપડાની આગેવાનીમાં ‘કિસાન સહાય રેલી’ નીકળી

તેલના ડબ્બાના લેટેસ્ટ ભાવ

આજના બજાર ભાવ પ્રમાણે 70 રૂપિયાના વધારા સાથે સીંગતેલના તેલના ડબ્બાનો ભાવ 2690 રૂપિયા થયો છે. આ સાથે જ 60 રૂપિયાના વધારા સાથે કપાસિયા તેલનો ભાવ 1740 થયો છે.

એક તરફ તહેવારોની સિઝન છે. વળી, બીજી બાજુ નાની-મોટી ખાદ્ય સામગ્રી સાથે તેલનાં ભાવમાં આટલાં મોટાં વધારાથી ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. છેલ્લાં છ મહિનામાં તેલના ભાવમાં થયલો વધારો નીચે મુજબ છે.

મહિનો ભાવમાં વધારો
7 સપ્ટેમ્બર 70 રૂપિયાનો વધારો
29 જુલાઈ 80 રૂપિયાનો વધારો
16 જુલાઈ 40 રૂપિયાનો વધારો
4 જુલાઈ 70 રૂપિયાનો વધારો
29 જૂન 30 રૂપિયાનો વધારો
5 મે 10 રૂપિયાનો વધારો

ખેડૂતોને થયું નુકસાન

સારા વરસાદની સંભાવનાએ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તારના ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ, સતત વરસી રહેલાં વરસાદે પાક પર પણ પાણી ફેરવી નાંખ્યું. મગફળીના પાકમાં મુંડા આવવાના કારણે તેમાં પીળાશ પડવા લાગી અને ઘણો ખરો પાક નષ્ટ થઈ ગયો. મગફળીના પાકમાં થયેલા નુકસાનના કારણે ખેડૂતોને પણ ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ બજારમાં માંગ સામે પુરવઠો ન મળતાં તેલના ભાવમાં વધારો નોંધાયો છે.

Bhatigaal Mela – ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજથી ભાતીગળ મેળાનો પ્રારંભ, ગ્રામીણ ઓલિમ્પિક અને પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન

ગુજરાત સમાચાર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version