ગુજરાતમાં હવામાન વિભાગે ઠંડી મામલે કરી આગાહી
ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહેશે. તથા ઉત્તર તરફથી ઠંડા પવન ફુંકાતા રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા છે. તેમજ તાપમાનમાં ઘટાડાથી ઠંડી વધી છે. તથા કચ્છનું નલિયા 8.3 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યુ છે.
- રાજ્યમાં તાપમાનમાં ઘટાડાથી ઠંડી વધી
- કચ્છનું નલિયા 8.3 ડિગ્રી સાથે ઠંડુગાર
- વિદેશી પક્ષીઓ રણમાં મોટા પ્રમાણમાં આવ્યા
– કચ્છ જિલ્લામાં ઠંડીએ ફરી દસ્તક દીધી
માવઠાની અસર બાદ કચ્છ જિલ્લામાં ઠંડીએ ફરી દસ્તક દીધી હોય તેમ છેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાનનો પારો નીચે સરકતા ઠંડી વધુ અનુભવાઈ રહી છે. કચ્છના કાશ્મીર એવા નલિયામાં પણ સતત લઘુતમ તાપમાન નીચુ જઈ રહ્યુ છે. આજે 8.3 ડિગ્રી નોંધાતાં નલિયા રાજ્યનું સૌથી વધુ ઠંડું મથક બન્યું હતું.
– માવઠા બાદ વાતાવરણ સાફ થતાં ઠંડીની પક્કડ મજબૂત
સમગ્ર કચ્છમાં વહેલી સવારથી ઠંડા પવન ફૂંકાતા તેની જનજીવન પર અસર વર્તાઈ છે. માવઠા બાદ વાતાવરણ સાફ થતાં ઠંડીની પક્કડ મજબૂત બની છે. નલિયામાં બુધવારના 11.5ડિગ્રી નોંધાઈ હતી. જે લઘુતમ તાપમાનનો પારો નીચે સરક્યો હતો અને આજે 3.2 જેટલો પારો નીચે જતાં 8.3 ડિગ્રી નોંધાયુ હતું. ભુજ 11.8, કંડલા એરપોર્ટ 11.8 તથા કંડલા પોર્ટ 14.૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.
અભિષેક બચ્ચન માટે બોલિવૂડના 21 વર્ષ આસાન ન હતા, BIG Bએ કહ્યું- ‘સ્ટ્રગલ વગર કંઈ જ નથી મળતું’
– આગામી ત્રણ-ચાર દિવસ ઠંડીનું પ્રમાણ વધશે
હવામાન વિભાગે કચ્છ જિલ્લામાં શીત લહર ફરી વળશે તે આગાહી સાચી પડતી હોય તેમ સતત ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. દિવસ દરમિયાન પણ સૂર્યનો તાપ મંદ રહેતા અને ઠંડા પવન ફુંકાતા લોકોને ફરજિયાત ગરમવસ્ત્રો પહેરી રાખવાની ફરજ પડી હતી. આગામી ત્રણ-ચાર દિવસ ઠંડીનું પ્રમાણ વધે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
– વિદેશી પક્ષીઓ રણમાં મોટા પ્રમાણમાં આવી પહોચ્યા
કચ્છનુ નાનુ રણ વિદેશી પક્ષીઓ માટે સ્વર્ગ સમાન ગણાય છે. જેના કારણે દર વર્ષે રણમાં લાખોની સંખ્યામાં વદેશી પક્ષીઓ અહી આવે છે અને શિયાળાના ચાર મહિના જેટલો સમય અહિ રહે છે. કચ્છના નાના રણનો વિસ્તાર 4953 ચો.કિલોમીટર વિસ્તારમાં ચાલુ વર્ષે રણમાં હાલમાં શિયાળાના સમયમાં લાખોની સંખ્યામાં યુરોપના દેશોમાંથી હજારો કિલોમીટરનુ અંતર કાપીને ફલેમિંગો, કુંજ, બતક સહિતના વગેરે યાયાવર વિદેશી પક્ષીઓ રણમાં મોટા પ્રમાણમાં આવી પહોચ્યા છે.
મૃતદેહ સાચવવાનું ફ્રીજર શબપેટી(કોફીન) એસ.એસ.વ્હાઈટ કંપની દ્વારા અર્પણ
– પક્ષીઓ અહિ બ્રિડિંગ પણ વધુ પ્રમાણમાં કરે છે
ચાલુ વર્ષે રણમાં 50,000 જેટલા વિદેશી પક્ષીઓના માળા પણ જોવા મળ્યા છે. જેના કારણે રણમાં હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓના બચ્ચાઓનો ઉછેર પણ થવા પામ્યો છે. યુરોપના દેશોમાં હિમ વર્ષાને કારણે વિદેશી પક્ષીઓ પરીભ્રમણ કરે છે તેમાં રણમાં નાના મોટા બેટમાં વિદેશી પક્ષીઓને માનવીય ખલેલથી દુર સુરક્ષીત આવાસ મળી રહેતા રણ વિદેશી પક્ષીઓ માટે સ્વર્ગ બની રહે છે. અને જેના કારણે પક્ષીઓ અહિ બ્રિડિંગ પણ વધુ પ્રમાણમાં કરે છે. શિયાળાના સમય ગાળા દરમ્યાન ચાર મહિનાથી વધુ સમય પક્ષીઓ રણમાં રોકાણ કરતા હોય છે.