સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા યોજાશે

Photo of author

By rohitbhai parmar

Gujarat Public Service Commission – સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા યોજાશે

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા યોજાશે

  • ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા યોજાશે

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા.08/01/2023, રવિવારના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત ક્રમાંક 20/2022-23 ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2ની તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની લેખિત પરીક્ષાઓ યોજાનાર છે. પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા પરીક્ષા સ્થળોની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા તેમજ પ્રતિબંધાત્મક હુકમો બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે, સુરેન્‍દ્રનગર ખાતેના નિયત કરવામાં આવેલ પરિશિષ્ટમાં દર્શાવેલ તમામ પરીક્ષા કેન્દ્રો(સ્થળો)ની આજુબાજુમાં 4 કે તેથી વધુ વ્યક્તિઓએ ઉભા રહેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ આવેલા તમામ ઝેરોક્ષના વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકોને ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા તથા પરીક્ષાર્થીઓને પરીક્ષાખંડમાં સેલ્યુલર/મોબાઈલ/ઈલેક્ટ્રોનિક ગેઝેટસ/કેલ્ક્યુલેટર જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા બાબતે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

સુરેન્દ્રનગર જિલ્લાના પરીક્ષા માટે નિયત કરાયેલા પરિશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની યાદી….

સરદાર પટેલ વિદ્યાલય-સુરેન્દ્રનગર, સન્ની સ્કાય ઇંગલિશ હાઇસ્કુલ-સુરેન્દ્રનગર, ઇન્ડિયન પબ્લિક સ્કૂલ (આઇ.પી.એસ.) સેન્ટર-એ-સુરેન્દ્રનગર, અલ્ટ્રા વિઝન એકેડેમી-સુરેન્દ્રનગર, સંકલ્પ વિદ્યાલય-સુરેન્દ્રનગર, આર.પી.પી. ગર્લ્સ હાઇસ્કુલ-સુરેન્દ્રનગર, તિરુપતિ ઇન્ટરનેશનલ સ્કૂલ-સુરેન્દ્રનગર, સંસ્કૃતિ સ્કૂલ ઓફ થોટ-સુરેન્દ્રનગર, શ્રી જે.એન.વી. વિદ્યાલય-સુરેન્દ્રનગર, વન વર્લ્ડ હાઇસ્કુલ-સુરેન્દ્રનગર, દયામયી માતા હાઇસ્કુલ-સુરેન્દ્રનગર, નીલકંઠ વિદ્યાલય રતનપર-સુરેન્દ્રનગર, શ્રી દર્શન વિદ્યાલય સેન્ટર-એ- સુરેન્દ્રનગર…….

સુરેન્દ્રનગર જિલ્લાના કાંધાસર (સાંગાણી) ફાયરિંગ બટમાં અવર-જવર પર પ્રતિબંધ

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link