Site icon સોહમ 24 ન્યુઝ

Halaki- ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટમાં 50થી વધુ અરજદાર વેઇટિંગમાં

Halaki- ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટમાં 50થી વધુ અરજદાર વેઇટિંગમાં

Google News Follow Us Link

સુરેન્દ્રનગર શહેરની આરટીઓ કચેરી બહુમાળી ભવનમાં આવેલી છે. ત્યારે શહેરથી દૂર આવેલી આ કચેરીમાં હાલમાં પણ મેન્યુઅલ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાઇ રહ્યા છે. ત્યારે ઓનલાઈન કરાતી અરજીઓમાંથી અંદાજે 140 અરજી સાથે લોકો ટેસ્ટ આપવા આવે છે. ત્યારે અંદાજે 50થી વધુ અરજી પણ વેઇટિંગમાં રહેતી હોવાનું બહાર આવ્યું છે. સુરેન્દ્રનગર શહેરના બહુમાળી ભવનમાં આરટીઓ કચેરી આવેલી છે. આધુનિક યુગમાં પણ જિલ્લાના ચાલકોને મેન્યુઅલ ડ્રાઇવિંગ ટેસ્ટ દેવાનો વારો આવે છે.

Health Tips – શ્રાવણ મહિનામાં તમે પણ ઉપવાસ કરો છો? આ વાતોનું રાખજો ખાસ ધ્યાન

મોટા ભાગની કામગીરી ઓનલાઈન થઇ ગઇ છે અને લાયસન્સ સહિતના કામ માટે પ્રથમ ઓનલાઈન અરજી કરવાની હોય છે. હાલ ઓનલાઈનમાં પણ ઉચ્ચકક્ષાએથી મર્યાદિત સ્લોટ નક્કી કરાયા છે. જેમાં અંદાજે એક દિવસમાં 140 અરજી આવે છે. જેના કારણે અહીં અરજદારો પણ ડ્રાઇવિંગની ટેસ્ટ માટે આવે છે. પરંતુ જેમાંથી દૈનિક 30 જેટલા ચાલક ડ્રાઇવિંગ ટેસ્ટમાં નાપાસ થઇ રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. 140માંથી હાલ આ ટેસ્ટ માટે 80થી 90 અરજાદરની કામગીરી સાથે અંદાજે 50થી વધુ અરજદારોની અરજી વેઇટિંગમાં રહે છે.

Chandrayaan-3 success- દેશમાં 23, ઓગસ્ટે ફર્સ્ટ નેશનલ સ્પેસ ડે ઉજવાશે

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version