Handloom Chowk – હેન્ડલૂમ ચોકના રસ્તા પરના ખાડાથી અકસ્માત થાય તે પહેલા રિપેરિંગની માંગ
- અનેક સભા-સરધસની રેલીઓ આ રસ્તેથી પસાર થાય છે છતાં ખાડો બૂરતા નથી
સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગ એવા હેન્ડલૂમ ચોકના રસ્તા પર છેલ્લા ધણા દિવસેથી ખાડા સાથે રસ્તાની કડ પણ બહાર આવી ગઇ છે.
ત્યારે આ રસ્તા પર કોઇ દુર્ઘટના થાય તે પહેલા રિપેરિંગની લોકમાંગ ઊઠી હતી.
સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારના મુખ્ય માર્ગો બિસમાર બનતા તંત્ર દ્વારા રિપેરિંગની કાર્યવાહી કરવામાં આવે છે.
તો બીજી તરફ સુરેન્દ્રનગર શહેરના હેન્ડલૂમ ચોક કે જ્યાં ચાર રસ્તાઓ ભેગા થાય છે અને અહીંથી ચારેય માર્ગો પરથી વાહનચાલકો, રાહદારીઓ આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે.
તેમજ આ રસ્તા પર અણઘટ મહાદેવનું મંદિર પણ આવેલું હોવાથી અનેક ભક્તો દર્શન માટે દિવસ-રાત આવ-જા કરી રહ્યા છે.
સી.આર.સી. ભવન, માલણીયાદ દ્વારા SVEEP અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાઇ
પરંતુ છેલ્લાં ઘણા સમયથી આ રસ્તા વારંવાર પાણી નીકળતા તેમજ રસ્તાનું ધોવાણ થવાથી સાથે ખાડો પડી ગયો છે.
હાલ આ ખાડો દિવસે દિવસે વધી રહ્યો છે.
જેના કારણે રસ્તાની કડ ઉપર તેમજ ખાડા સાથે રાહદારીઓ, વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. અને આ રસ્તા પર નાનાથી લઇને મોટા વાહનો પણ દિવસ-રાત સતત અવર-જવર રહેતા રસ્તાની હાલત બિસમાર બનતી જાય છે.
હાલ ચૂંટણીના માહોલમાં અનેક સભા-સરઘસ, રેલીઓ પણ આ રસ્તા પરથી પસાર થાય છે તેમ છતાં રસ્તાનું રિપેરિંગ ન થતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. ત્યારે આ રસ્તા પર કોઇ દુર્ઘટના થાય તે પહેલા રિપેરિંગની લોકમાંગ ઊઠી છે.
ધ્રાંગધ્રા એસ.એસ.પી.જૈન કોલેજ દ્વારા અવસર લોકશાહીના અંતર્ગત રેલી યોજાઇ હતી