Happy Holi 2024 – હોળીના રંગ તમારા જીવનને ખુશીઓથી રંગી દે – ખાસ ઇમેજ મેસેજથી પ્રિયજનોને મોકલો હોળી – ધૂળેટીની શુભકામના
Happy Holi 2024 Wishes in Gujarati : ધૂળેટીના દિવસે લોકો એકબીજા સાથે નિર્દોષતાથી હાસ્ય મજાક કટાક્ષ વાણી ઉચ્ચારે છે. અબીલ, ગુલાલ, ચંદન, હળદર અને અત્તર તથા ગુલાબજળનો રંગબેરંગી પિચકારીઓથી એકબીજા ઉપર છંટકાવ કરવામાં આવે છે. આ ઉપરાંત એકબીજા પ્રત્યે મીઠાશ ટકી રહે તે હેતુથી અવનવી વાનગીઓ પીરસવાનો પણ કાર્યક્રમ યોજાય છે. ત્યારે ધૂળેટી નિમિત્તે તમારા સ્નેહીજનોને મોકલી આપો આ શુભેચ્છા સંદેશ.
હોળી રંગ, પ્રેમ અને ઉત્સવનો તહેવાર છે. દેશભરમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. હોળીના રાતે હોલીકા દહન અને તેના પછીના દિવસ ધૂળેટી ઉજવાય છે. આ તહેવાર ‘રંગોનો તહેવાર’ કહેવાય છે. આ તહેવારમાં લોકો એકબીજાને રંગ લગાવે છે અને હોળીની શુભકામના પાઠવે છે. ચારેય બાજુ રંગબેરંગી કલરથી રંગાયેલા ચહેરા જીવનમાં રંગનું મહત્વ સમજાવે છે.
આ વર્ષે 24 માર્ચના રોજ હોળી અને 25 માર્ચના રોજ ધૂળેટી મનાવવામાં આવશે. હોળી એ રંગ અને આનંદનો તહેવાર છે. આ દરમિયાન લોકોએ એકબીજાને અભિનંદન પણ આપવાનું શરૂ કરી દીધું છે. હાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. સમયની સાથે હોળી ની શુભકામના પાઠવવાની રીત પણ બદલાઈ ગઈ છે. આ અવસર પર દેશભરમાં લોકો પોતાના પ્રિયજનોને ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ, ફેસબુક, સ્નેપચેટ, શેરચેટ અને ઈન્સ્ટાગ્રામ પર અભિનંદન પાઠવે છે. અમે તમને અમુક ખૂબ જ ખાસ વોટ્સએપ શુભેચ્છાઓ, મેસેજ અને શુભકામના સંદેશાઓ વિશે જણાવી રહ્યા છીએ જે તમે વોટ્સએપ પર સ્ટેટસ મૂકીને શેર કરી શકો છો.
રંગોનો તહેવાર છે “ધુળેટી”
રાજી રાજી થઈ ઉજવી લેજો…
અમે થોડાક દૂર છીએ તમારાથી,
થોડુંક ગુલાલ અમારા તરફથી
પણ લગાવી લેજો…
ગાલને તારા સ્પર્શવા,
હથેળીઓ શોધતી હતી ટાણુંને…!
ને બસ …સામે જ આવી ગયું
હોળીનું બહાનું…
ફાગણની બહાર ચાલી
પિચકારીમાંથી ઉડ્યો છે ગુલાલ
રંગ વરસે ભૂરા લીલા લાલ
મુબારક રહે તમને હોળીનો તહેવાર
મિત્ર કલરની જેમ હોય છે.
જે આપણી જિંદગીમાં રંગ પૂરે છે
હું કદાચ તમારો “ફેવરીટ” કલર ન બની શકું,
પણ એવી “આશા” છે કે ચિત્ર પૂરૂ કરવામાં
ક્યાંક તો કામ લાગી શકું…
ધૂધરાની જેમ હંમેશા મીઠી રહે તમારી બોલી
ખુશીઓથી ભરેલી રહે તમારી ઝોળી
તમને અને તમારા પરિવારને હેપ્પી હોળી
લાગણીનો ભીનો વહેવાર મોકલું છું
રંગનો અનોખો તહેવાર મોકલું છું
સ્નેહથી ખેલજો હોળી સ્નેહીજનો સાથે
રંગ સરીખો આ પ્રેમ મોકલું છું
રંગ ઉડાવે પિચકારી
રંગથી રંગી જાય દુનિયા સારી
હોળીના રંગ તમારા જીવનને ખુશીઓથી રંગી દે
આજ શુભકામના અમારી..હેપ્પી ધૂળેટી
પ્રેમના રંગથી ભરી દો પિચકારી
સ્નેહના રંગથી રંગી નાખો દુનિયા સારી
આ રંગ ના જાને કોઈ જાત કે બોલી
સૌને મુબારક આ હેપ્પી હોલી
તમને અને તમારા પરિવારને મીઠી ક્ષણો,
રંગીન યાદો અને અનંત હાસ્યથી ભરેલી હોળીની શુભેચ્છા… હેપ્પી હોળી!
Happy Dhuleti
આપ સૌને ધુળેટીના પર્વની હાર્દિક શુભેચ્છાઓ
ભગવાન તમારા જીવનમાં હંમેશા ખુશીઓના રંગ ભરી દે તેવી પ્રાર્થના…
હોલિકા દહન
તમારા જીવનમાંથી
બધી નકારાત્મકતા દૂર કરી
સકારાત્મકતા અને
જીવનની વધુ સારી સમજણ લાવે
તેવી શુભકામના.
અનિષ્ટ પર ઈષ્ટની જીતની યાદમાં ઉજવાતા તહેવાર
હુતાસણી હોલિકા દહનની
આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ…
Gujarat – આ વર્ષે માર્ચથી વધી જશે ગરમીનો પારો, 40 ડિગ્રીને પાર પહોંચ્યો