Site icon સોહમ 24 ન્યુઝ

શું કેટરીનાએ સલમાન અને તેના પરિવારને આપ્યુ છે આમંત્રણ ? અર્પિતાએ આપ્યો જવાબ

શું કેટરીનાએ સલમાન અને તેના પરિવારને આપ્યુ છે આમંત્રણ ? અર્પિતાએ આપ્યો જવાબ

અભિનેતા વિકી કૌશલ કેટરીનાના ઘરની બહાર જોવા મળ્યો હતો. તે કારમાં બેસીને કેટરીનાના ઘરેથી નીકળતા જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે બ્લેક કલરનું માસ્ક, ચશ્મા સ્વેટશર્ટ અને બ્લુ જીન્સ પહેર્યુ હતુ.

Google News Follow Us Link

હાલમાં ચારેતરફ કેટરીના અને વિકી કૌશલના લગ્નના સમાચાર છવાયેલા છે. એમ કહેવું ખોટુ નહી હોય કે બંને બોલીવૂડના પ્રખ્યાત અને સૌથી વધુ પસંદ કરાયેલ કપલ છે. છેલ્લા કેટલાક દિવસોથી બંનેના લગ્નને લગતા સમાચાર જોવા મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે 9 ડિસેમ્બરના રોજ બંને રાજસ્થાનમાં લગ્ન કરવા જઇ રહ્યા છે. મળતી માહિતી મુજબ બંનેના લગ્નમાં લગભગ 200 જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ છે અને લગ્નમાં ઉપસ્થિત રહેનારા મહેમાનો પાસે એક કોન્ટ્રેક્ટ સાઇન કરાવવામાં આવ્યો છે જે પ્રમાણે કોઇ પણ ગેસ્ટ લગ્નના ફોટોઝ કે વીડિયો સોશિયલ મીડિયામાં શેયર નહી કરી શકે.

વિકી કૌશલએ બતાવ્યો દેશી ડાન્સવાળો અંદાજ, ભૂમિ અને કિયારાનો ફર્સ્ટ લુક પણ આવ્યો સામે

– સલમાન તથા પરિવારને નથી આમંત્રણ !

થોડા દિવસોથી એ પણ સમાચાર સામે આવી રહ્યા હતા કે કેટરીનાએ સલમાન ખાનને લગ્નમાં બોલાવ્યો છે કે નહીં. હવે આ વાત પરથી પડદો ઉઠી ગયો છે. સલમાનની બહેન અર્પિતાએ એક મીડિયા હાઉસ સાથે વાત કરતા જણાવ્યુ કે તેમને કેટરીના તરફથી કોઇ આમંત્રણ મળ્યુ નથી. આ સિવાય તેમના નજીકના એક સંબંધીએ પણ જણાવ્યુ છે અર્પિતા, અલવીરા અને ફેમીલીમાં કોઇને ઇન્વિટેશન નથી મળ્યુ. અને તેમને બોલાવ્યા હોવાની વાત સાવ ફેક છે.

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન કોવિડ -19 પોઝિટિવ છે, કિયારા અડવાણી સાથે ‘ભૂલ ભુલૈયા 2’ નું શૂટિંગ

– કેટરીનાના ઘર બહાર દેખાયો વિકી કૌશલ

સોમવારે ફરીથી અભિનેતા વિકી કૌશલ કેટરીનાના ઘરની બહાર જોવા મળ્યો હતો. તે કારમાં બેસીને કેટરીનાના ઘરેથી નીકળતા જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે બ્લેક કલરનું માસ્ક, ચશ્મા સ્વેટશર્ટ અને બ્લુ જીન્સ પહેર્યુ હતુ.

હજુ સુધી આ બન્ને કલાકારોએ તેમના લગ્નના અહેવાલોને કન્ફર્મ નથી કર્યા પણ કહેવામાં આવે છે કે બન્નેના લગ્ન ડિસેમ્બરમાં રાજસ્થાનમાં થઈ શકે છે, હજુ તેનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી થયું તેમ છતાં મીડિયા રિપોર્ટનું માનીએ તો કેટરીના કેફ-વિકી કૌશલના લગ્નમાં કરણ જોહર, ફરાહ ખાન, જોયા અખ્તર જેવી બોલિવૂડની બિગ સેલિબ્રિટીઓ સામેલ થઈ શકે છે.

હવે WhatsApp ની મદદથી પણ ખોલી શકો છો Demat Account, IPO માટે પણ કરી શકાશે એપ્લાય

વધુ સમાચાર માટે…

TV9 ગુજરાતી

Google News Follow Us Link

Exit mobile version