Site icon સોહમ 24 ન્યુઝ

Temperature – અમદાવાદમાં 36.1 ડિગ્રી સાથે છેલ્લા 3 વર્ષનું સૌથી વધુ તાપમાન

Temperature – અમદાવાદમાં 36.1 ડિગ્રી સાથે છેલ્લા 3 વર્ષનું સૌથી વધુ તાપમાન

સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, ભાવનગર, ગાંધીનગર, ભુજમાં પણ ગરમી 35 ડિગ્રીથી વધુ

Google News Follow Us Link

અમદાવાદમાં શ્રાવણમાં જ ભાદરવા જેવી આકરી ગરમી પડવા લાગી છે. આજે 36.1 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.5 ડિગ્રીનો વધારો થયો હતો. અમદાવાદમાં છેલ્લા 3 વર્ષમાં ઓગસ્ટમાં નોંધાયેલું આ સૌથી વધુ તાપમાન છે.

અમદાવાદમાં આજે સવારથી જ તાપ અને અસહ્ય ઉકળાટનો પ્રારંભ થઇ ગયો હતો. વરસાદ ખેંચાતાં છેલ્લા ચાર દિવસમાં જ અમદાવાદનું મહત્તમ તાપમાન 3 ડિગ્રીથી વધી ગયું છે. હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા જેટલું નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસ અમદાવાદનું તાપમાન 35 ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના છે.

અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં ઓગસ્ટમાં સૌથી વધુ તાપમાન

વર્ષ

તાપમાન

03 ઓગસ્ટ 2020 37.0
18 ઓગસ્ટ 2021 36.8
30 ઓગસ્ટ 2015 36.2
19 ઓગસ્ટ 2024 36.1
31 ઓગસ્ટ 2023 35.6

 

હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં આગામી 25 ઓગસ્ટ સુધી વરસાદની સંભાવના નથી અને માત્ર છૂટાછવાયાં ઝાપટાં પડી શકે છે. આજે દિવસ દરમિયાન રાજ્યમાંથી અન્યત્ર સુરેન્દ્રનગરમાં 35.6, રાજકોટ-વડોદરા-ભાવનગર-ડીસામાં 35.4, ગાંધીનગર-ભુજમાં 35, સુરતમાં 34.8, પોરબંદરમાં 34.4, વલસાડમાં 34 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બુધવાર-ગુરુવારે ડાંગ-તાપી-નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

Total boom in garlic – માત્ર ચાર દિવસમાં મણે રૂા.1000નો વધારો

ગુજરાત સમાચાર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version