18 જૂને હીરાબાનો જન્મદિવસ: 100મા જન્મદિવસે માતાને મળવા આવશે PM નરેન્દ્ર મોદી, વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન

Photo of author

By rohitbhai parmar

18 જૂને હીરાબાનો જન્મદિવસ: 100મા જન્મદિવસે માતાને મળવા આવશે PM નરેન્દ્ર મોદી, વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન

Google News Follow Us Link

Hiraba Birthday on 18th June: PM Narendra Modi Will Meet His Mother Hira Ba On His 100th Birthday,Pooja organized at Hatkeshwar temple in Vadnagar

  • PM મોદી ફરીવાર17-18 જૂનના રોજ ગુજરાત પ્રવાસે
  • 18 જૂનના રોજ પીએમ મોદીનાં માતા હીરાબાને થશે 100 વર્ષ
  • PM મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા 18 જૂને 100 વર્ષનાં થશે. આ દરમિયાન જ PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 17 અને 18 જૂને ગુજરાતના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન મોદી 18 જૂને માતા હીરાબાને સવારે તેમના ગાંધીનગરના નિવાસસ્થાને મળી શકે છે. હીરાબાના 100મા જન્મદિવસે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુંદરકાંડના પાઠથી લઈને શિવઆરાધના કરવામાં આવશે. તેઓ 18 જૂને ગુજરાતના પાવાગઢ ખાતે મા કાલી મંદિરનો જીર્ણોદ્ધાર અને ધ્વજારોહણ પણ કરશે. તેઓ વડોદરામાં પણ સભાને સંબોધન કરવાના છે.

આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે 11 માર્ચના રોજ સવારના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ રાત્રે 9 વાગ્યે માતા હીરાબાને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે આશીર્વાદ લઈ માતાના ખબરઅંતર પૂછ્યા હતા. એટલું જ નહીં, નરેન્દ્ર મોદીએ હીરાબા સાથે બેસીને ખીચડી ખાધી હતી.

Hiraba Birthday on 18th June: PM Narendra Modi Will Meet His Mother Hira Ba On His 100th Birthday,Pooja organized at Hatkeshwar temple in Vadnagar

માતા હીરાબાનું પેઇન્ટિંગ જોઈને PM મોદીએ કાફલો અટકાવ્યો હતો :

PM નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે 8 વર્ષ પૂરાં કર્યા હતા. આ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તેઓ શિમલા ગયા હતા, જ્યાં એક રોડ શોમાં પણ સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે એક યુવતીના હાથમાં પોતાની માતા હીરાબાનું પેઇન્ટિંગ જોયું. લોકોના આશ્ચર્ય વચ્ચે તેમણે આ પેઇન્ટિંગ જોવા પોતાનો કાફલો અટકાવ્યો અને યુવતી પાસે પહોંચી ગયા. PM મોદીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાઇરલ થયો હતો.

Hiraba Birthday on 18th June: PM Narendra Modi Will Meet His Mother Hira Ba On His 100th Birthday,Pooja organized at Hatkeshwar temple in Vadnagar

PM મોદીએ યુવતી સાથે વાત પણ કરી :

PM મોદી એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે હિમાચલ પ્રદેશના પાટનગર શિમલા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે રોડની એક બાજુ ઊભેલી યુવતીના હાથમાં પોતાનાં માતા હીરાબાનું પેઇન્ટિંગ જોયું. આ પેઇન્ટિંગને લેવા માટે PM મોદીએ પોતાનો કાફલો અટકાવ્યો. PM મોદીએ યુવતીને મળ્યા અને તેના દ્વારા બનાવાયેલા માતા હીરાબાના પેઇન્ટિંગને નિહાળ્યું તેમજ એનો ભેટ તરીકે સ્વીકાર પણ કર્યો. આ દરમિયાન તેમણે યુવતી સાથે વાતચીત કરીને પૂછ્યું કે આ પેઇન્ટિંગ તમે જાતે બનાવ્યું છે. યુવતીએ કહ્યું- હા, મેં બનાવ્યું છે. PM મોદીએ તેને વધુમાં પૂછ્યું કે આ પેઇન્ટિંગ બનાવવામાં કેટલો સમય લાગ્યો, યુવતીએ જવાબ આપ્યો, એક જ દિવસમાં આ તૈયાર કર્યું છે.

PM કરશે આ કાર્યોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત :

  • પાલનપુર – મદાર ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું લોકાર્પણ
  • ગેજ પરિવર્તન બાદ અમદાવાદ-બોટાદ રેલવે પેસેન્જર ટ્રેનનું ફ્લેગ ઓફ કરાવશે.
  • લુનિધાર- ઢસા, પાલનપુર-રાધનપુર પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે
  • ગાંધીધામમાં લોકોમોટિવ મરામત ડેપો, સુરત, ઉધના, સોમનાથ, સાબરમતી રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના કામોના ખાતમુહૂર્ત કરશે.
  • વિજાપુર-આંબલિયાસણ, નડિયાદ-પેટલાદ, કડી-કટોસણ, આદરજ મોટી-વિજાપુર,જંબુસર – સમની, પેટલાદ – ભાદરણ અને હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇનના ગેજ પરિવર્તનનાં કામોનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.

હવે ઈન્ટરનેટમાં મળશે વધુ સ્પીડ: 5G સ્પેક્ટ્રમ હરાજીને કેબિનેટમાં મંજૂરી મળી, આવતા વર્ષ સુધી સર્વિસ મળશે; 4G કરતાં 10 ગણી સ્પીડ

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link