Surendranagar – સુરેન્દ્રનગર જિલ્લાના શાહુકારોની લેખિતમાં રજૂઆત નહીં મળે તો લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
ગુજરાત નાણા ધિરધાર કરનારા બાબત અધિનિયમ-2011 અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ધિરધાર લાયસન્સ ધરાવતા શાહુકારો કે જેમના ધિરધાર લાયસન્સની મુદત તા.31/3/2022 સુધીમાં પૂર્ણ થઈ ગઈ છે. તેઓને કચેરી દ્વારા જાણ કરવામાં આવી હતી, તેમ છતાં હજુ સુધી સમય મર્યાદામાં લાયસન્સ રીન્યુ કરવા માટે અરજી કરી નથી. જેથી જે કોઈ રજૂઆત હોય તો શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી ખાતે હાજર રહેવા જણાવ્યું છે. હજુ સુધી માત્ર 35 શાહુકારોએ કચેરી ખાતે હાજર રહી લેખિતમાં રજૂઆત કરી છે.
તા.31/3/2022 સુધીમાં મુદ્દત પૂર્ણ થયેલા તમામ શાહુકારોએ આ નોટિસ પ્રસિદ્ધ થયેથી દિન-15માં કોઈ રજૂઆત કરવા માગતા હોય તો ફક્ત લેખિતમાં અત્રેની કચેરીને તમામ વર્ષના ઓડિટ રિપોર્ટ સાથે કરી શકાશે. જો ઓડિટ રિપોર્ટમાં કોઈ ગેરરીતિ ધ્યાનમાં આવશે તો જે-તે સી.એ.વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ નોટિસથી તમામ શાહુકારોને છેલ્લી તક આપવામાં આવે છે.
હવે આ બાબતે શાહુકારોની લેખિતમાં રજૂઆત નહીં મળે તો શાહુકાર કાંઈ કહેવા માંગતા નથી તેમ માની ગુજરાત નાણા ધિરધાર કરનારા બાબત અધિનિયમ-2011ની કલમ-14 અને 15 અંતર્ગત લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની સર્વેને નોંધ લેવા જણાવ્યું છે. તા.31/3/2022 સુધીમાં ધિરધાર લાઇસન્સની મુદ્દત પૂરી થઈ ગઈ છે, તેવા શાહુકારોની યાદી અત્રેની કચેરીના તથા કલેક્ટરની કચેરીના નોટિસ બોર્ડ પર તેમજ તાલુકા વાઇઝ યાદી દરેક તાલુકાના સેવા સદન ખાતે (મામલતદારની કચેરી) નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરેલી છે.
Chotila – ચોટીલા સુખપુરા વિસ્તારના લોકો વિવિધ પ્રશ્નોને લઈને નગરપાલિકાએ પહોંચીને હલ્લાબોલ કર્યો