સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બાકરથળી ગામે વરઘોડિયાઓએ લોક ઉપયોગી પ્રેરણા પૂરી પાડી
- વઢવાણ તાલુકાના બાકરથળી ગામે વરઘોડિયાઓએ લોકોને સમાજ ઉપયોગી પ્રેરણા પૂરી પાડી.
- લગ્નના દિવસને યાદગાર બનાવવા વરઘોડિયાઓએ શાળાના મેદાનમાં એક-એક વૃક્ષ વાવી સમાજ પ્રત્યેનું ઋણ અદા કર્યું
વઢવાણ તાલુકાના બાકરથળી ગામે વરઘોડિયાઓએ લોકોને સમાજ ઉપયોગી પ્રેરણા પૂરી પાડી. વઢવાણ તાલુકાના બાકરથળી પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ જોશીની પુત્રી ઉમંગીના લગ્ન મનીષભાઈ દવેના પુત્ર પૃથ્વી સાથે હિંગળાજ માતાજીના મંદિરે બાકરથળી મુકામ યોજાયા હતા.
વઢવાણ સુરેન્દ્રનગર શાકમાર્કેટ પાસે નિયમ કરતા વધુ પેસેન્જર બેસાડતા રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ
ત્યારે લગ્નના દિવસને યાદગાર બનાવવા વરઘોડિયાઓએ શાળાના મેદાનમાં એક-એક વૃક્ષ વાવી સમાજ પ્રત્યેનું ઋણ અદા કર્યું હતું. તેમજ પક્ષીઓને ચણ, ગાયોને નીર અને તેમજ વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં ભોજનનો સંકલ્પ સાથે કન્યાના માતાપિતા તરફથી ગ્રીન શાળા બનાવવા 5001 ની ભેટ આપી પ્રેરણાદાયી કાર્ય કરી અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી હતી.
સુરેન્દ્રનગર વઢવાણ GIDCનો બેઠો કોઝવે બિસ્માર બનતા અકસ્માતનો ભય, સમારકામ બાબતે રજૂઆત