સાયલામાં 5 પેઢીથી નાટકની પરંપરાની જાળવણી સાથે યુવાનો ઐતિહાસિક નાટક ભજવે છે
સાયલામાં 5 પેઢીથી નાટકની પરંપરાની જાળવણી સાથે યુવાનો ઐતિહાસિક નાટક ભજવે છે
- સાયલાના દલવાડી પરા વિસ્તારમાં પાંચ પેઢીથી ઐતિહાસિક નાટક ભજવે છે
ગાંધીજીએ નાનપણમાં રાજા હરિચંદ્રના નાટકમાં સત્યની પ્રેરણા લઇ સત્યને સાર્થક કર્યુ એવા નાટકોમાં દેશની સંસ્કૃતિ, શોર્યતાના ગુણો બાળકોમાં વિકસિત થાય છે. પરંતુ નાટક, ભવાઇ અને વેશભૂષાની ભૂલાતી સંસ્કૃતિ જોવા મળે છે પરંતુ સાયલાના દલવાડી પરા વિસ્તારમાં નવરાત્રિ પર્વમાં પાંચ પેઢીથી ઐતિહાસિક નાટક 30થી વધુ શિક્ષિત યુવાનો સ્ત્રી પાત્ર સાથે ભજવીને લોકસંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છે.
અર્વાચીન અને આધુનિક ગરબાની પરથાળમાં 200 વરસ પહેલા ચૌહાણ લાડુમાને દેવી પૂજકે બહેન બનાવીને કાપડામાં આપેલા મેલડી માતા આજે શ્રધ્ધાનું સ્થાનક બની રહ્યું છે. અને મંદિરની બહાર આવેલા ચાચરના ચોકમાં નવરાત્રિના દિવસોમાં પાંચ પેઢીથી ઐતિહાસિક નાટક ભજવવાની રસમ શરૂ થઇ 160 ઘરના 90થી વધુ યુવાનો જીવદયા સહિતના સમાજિક કરી કરીને નવરાત્રિના 9 નોરતામાં ઉમંગભેર સ્ત્રી પાત્ર ભજવીને બાપ-દાદાની ધાર્મિક અને શૌર્યદાયક નાટકની પરંપરા જાળવે છે. ભક્ત પ્રહલાદ, અભિમન્યુની રાખડી અને રા નવઘણ જેવા નાટકો જોવા મોટી સંખ્યામાં આજુબાજુના ગામડાના લોકો ઉમટી પડે છે.
નાટકમાં કામ કરનાર 30 યુવાનો સ્ત્રીવેશ ભજવે છે
આ શેરી નાટકમાં અલગ અલગ પ્રકારની વેશભૂષાના પાત્રો ભજવવાના હોય છે. આથી 30 યુવાનો સ્ત્રી વેશ સહિતના પાત્રો ભજવે છે. જયારે શરદપૂનમે દરેક ઘેરથી આવેલા દૂધ અને પૌવાનો પ્રસાદ લઇને ઊંચનીચનો ભેદ ભૂલીને સમભાવ સમાજનું ઉદાહરણ જોવા મળે છે.