સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો, અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા
રાત્રીથી જ અચાનક વાતાવરણમાં પલટો આવતા વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેડૂતોના ઉત્પાદિત માલને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા : શિયાળુ પાકને નુકસાનની ભીતિ : રણમાં કામ કરતા અગરિયાઓને પણ બે દિવસ સાવચેત રહેવા સુચના આપવામાં આવી. અચાનક વાતાવરણમાં પલટાના કારણે જિલ્લામાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી તંત્ર વ્યક્ત કરી.

- બે દિવસ વરસાદની આગાહી વચ્ચે સતર્કતા દાખવવા સુચના આપતું સુરેન્દ્રનગર વહીવટીતંત્ર
- શિયાળું પાકમાં વાવેતરને નુકસાનની ભીતિ સર્જાઇ
- ગઈકાલે સાંજથી સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે
- ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ બે દિવસ માટે તંત્રે વ્યક્ત
સમગ્ર ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી હવામાન તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે શિયાળાની સિઝન દરમ્યાન પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે તેવા સંજોગોમાં હાલની પરિસ્થિતિ મુજબ સમગ્ર ગુજરાતના ખેડૂતો દ્વારા શિયાળાની શરૂઆત થતાની સાથે જ શિયાળો પાકોનું વાવેતર શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ શિયાળાની શરૂઆતથી જ કમોસમી વરસાદી ઝાપટાંને પગલે શિયાળું પાકમાં વાવેતરને નુકસાનની ભીતિ સર્જાઇ હોય તેવું ખેડૂતો પાસેથી જાણવા મળી રહ્યું છે.
ત્યારે ગુજરાતમાં ચોમાસું હવે બારેમાસ બની ગયુ છે, કોઈ પણ મહિનો કે મોસમ કેમ ન હોય, વરસાદ આવી પડે છે. ત્યારે ભરશિયાળે ગુજરાતનું હવામાન ફરી એકવાર પલટાવા જઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળનાં ઉપસાગર અને અરબ સાગરનાં ભેજનાં લીધે દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને તેલંગણાનાં દરિયાકિનારે પણ હવામાનમાં પલટો આવી શકે છે. તા. 16મી નવેમ્બર થી બંગાળનાં ઉપસાગરમાં હવાનું દબાણ વધ્યું છે અને ભારતનાં મોટા ભાગમાં 18 થી 20 નવેમ્બરમાં માવઠું આવે તેવી શક્યતાઓ પણ વર્તાઇ રહી છે.
રાજ્યમાં ફરી એકવાર શિયાળાની સીઝનમાં ચોમાસાની આગાહી કરવામાં આવી છે. લોકોને સ્વેટરની જગ્યાએ હવે રેઈનકોર્ટ કાઢવાની જરૂર પડી છે. ગુજરાતમાં તારીખ 17-18 અને 19 તારીખે કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 17 નવેમ્બરે સોરાષ્ટ્રમાં, 18 અને 19મીએ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરતા જગતનો તાત ચિંતામાં ચિંતા નું મોજું ફરી વળ્યું છે. તેને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તંત્ર દ્વારા બે દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ગઈકાલે રાતથી જ સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે જિલ્લાના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં શરૂ થઇ ચૂકયા છે ત્યારે ઉલ્લેખનીય છે કે વઢવાણ, ચુડા, લીંબડી, ધ્રાંગધ્રા સહિતના વિસ્તારોમાં વધુ ઇફેક્ટ દેખાશે તેવી આશા પણ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અગરિયાની કોઠાસુઝ: પાટાના તળિયા બાંધવા રોલર બનાવ્યું
-
રાત્રીથી જ અચાનક વાતાવરણમાં પલટો
સુરેન્દ્રનગર જીલ્લામાં બે દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે ગઈકાલે સાંજથી સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે ભેજવાળા વાતાવરણથી અને વરસાદી ઝાપટા વચ્ચે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં હાલ માં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે તે વેચવા માટે આવેલા ખેડૂતોનો માલ સુરક્ષિત જગ્યા ઉપર મૂકવામાં આવ્યો છે એટલું જ નહીં અન્ય શાકભાજી, ડુંગળી, બટાકા કે જે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા ઉત્પાદિત માલ વેચવામાં આવે છે તે સલામત સ્થળે ખસેડવામાં આવ્યો છે.
-
બે દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તારીખ 18 અને 19 નવેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવેલ છે. જેથી જિલ્લા ખેતીવાડી વિભાગ સુરેન્દ્રનગર દ્વારા ખેડુતોને ઉભા પાક તેમજ ઉત્પાદીત ખેત પેદાશના રક્ષણ માટે જરુરી કાળજી લેવા જણાવાયુ છે.
જે અન્વયે ખેડુતોએ પોતાનો ઉત્પાદીત થયેલ પાક એટલે કે ખેત પેદાશ અને ઘાસચારો સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવી, એ.પી.એમ.સી. અથવા ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઇ જવાતી ખેત પેદાશો ઢાંકીને લઇ જવી અથવા તો શક્ય હોય તો હવામાન ખાતાની આગાહી હોય તેવા સમય દરમિયાન ખેત પેદાશ વેચવાનું ટાળવું, બાગાયતી પાકોમાં જેવા કે શાકભાજી, ફળો, મરીમસાલા વગેરેની સલામતી માટે પણ કાળજી લેવી તેમજ શિયાળુ ઉભા ખેત પાકોમાં શક્ય હોય તો પિયત ટાળવુ તેમજ કમોસમી વરસાદ થાય તો જરૂરી પાક સંરક્ષણના પગલા લેવા તથા ખેતી ઇનપુટ જેવા કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે રાખવા વધુમાં જણાવાયું છે.
સુરેન્દ્રનગર શહેરની શાન ગણાતા રિવરફ્રન્ટનું નામકરણ કરવામાં આવ્યું
-
શિયાળુ પાકોના વાવેતર અને નુક્સાન જવાની ભીતિ
સુરેન્દ્રનગર જિલ્લામાં કાલે સાંજ પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે તંત્ર દ્વારા પણ આગામી બે દિવસ સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે અમુક વિસ્તારોમાં આજે સવારથી વરસાદી ઝાપટાં પડવાના શરૂ થઈ ચૂક્યા છે જેને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા આશરે 5000 હેકટરમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે જીરું, લીલોચારો શાકભાજી, તલ જેવા પાકોનું વાવેતર કરી અને ખેડૂતોએ સારા ઉત્પાદનની આશા સાથે આ વાવેતર કર્યું છે પરંતુ કમોસમી વરસાદી ઝાપટાં અને વાતાવરણમાં અચાનક ફેરફારના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા છે અને શિયાળુ પાકોના વાવેતર અને નુકશાની જવાની ભીતિ પણ હાલ સર્જાઈ છે.
-
રણના અગરિયાઓને પણ સુરક્ષિત સ્થળે જતા રહેવા આદેશ
સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ બે દિવસ માટે તંત્રે વ્યક્ત કરી છે સાવચેતીના ભાગરૂપે જાહેરનામા પણ તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે તેમાં ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખારાઘોડા રણમાં મીઠું પકવતા અગરિયાઓને સલામત રહેવા માટે તંત્ર દ્વારા સતર્ક કરવામાં આવ્યા છે અને સૂચના પણ આપવામાં આવી છે જો ભારે પવન અને વરસાદ થાય તો રણના અગરિયાઓને સલામત સ્થળે પોતાના પરિવાર સાથે જતા રહેવા તંત્રે આદેશ આપ્યા છે.
-
ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સૂચના
હવામાન વિભાગે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં નવેમ્બર દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે. સંભવિત કમોસમી વરસાદને કારણે ખેડૂતો તેમની ઉપજ અને ઘાસચારાને સુરક્ષિત સ્થળે લઈ જવા માટે રઝળપાટ કરી રહ્યા હતા. જીલ્લા ખેતીવાડી વિભાગ, સુરેન્દ્રનગર દ્વારા ખેડૂતોને ઉભા પાક તેમજ ખેત પેદાશોના રક્ષણ માટે જરૂરી કાળજી લેવા જણાવ્યું હતું. જે મુજબ ખેડૂતોએ તેમની ઉપજ એટલે કે ખેત પેદાશો અને ઘાસચારાને ગોડાઉનમાં સુરક્ષિત જગ્યાએ અથવા તાડપત્રીથી ઢાંકી રાખ વાની સાથે સાથે એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર પર વેચાણ માટેના કવર સાથે અથવા શક્ય હોય તો ખેત પેદાશોનું વેચાણ ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે. સમયાંતરે કૃષિ પેદાશો. આ સાથે બાગાયતી પાકો જેવા કે શાકભાજી, ફળો, મસાલા વગેરેની સલામતી માટે પણ કાળજી લેવી જોઈએ અને શિયાળામાં ઉભા પાકમાં શક્ય હોય તો પિયત આપવાનું ટાળવું અને કમોસમી વરસાદના સંજોગોમાં પાક સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવા અને રાખવા. પાક ઇનપુટ જેમ કે બીજ ખાતર સુરક્ષિત જગ્યાએ હતું.
46 વર્ષની ઉંમરે જોડિયા બાળકોની માતા બની પ્રીતિ ઝિન્ટા, બાળકોના નામ જાહેર કર્યા