Surendranagar – સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો, જીરાનો ત્યારપાક ખરી જવાની ભીતિ ઉભી થઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારથી ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ. સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ત્યારે જીરાનો ત્યાર પાક ખરી જવાની ભીતિ ઉભી થતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે.
જીરા ઉત્પાદનને વ્યાપક નુકસાનની ભીતિના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો નોંધાયો છે. ખેડૂતો દ્વારા હાલ તાત્કાલિક ધોરણે જીરા ઉપાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે જીરૂ ઉપાડવાના કામદારોની પણ સુરેન્દ્રનગર જિલ્લામાં અછત સર્જાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારથી ભેજવાળું અને વાદળછાયું વાતાવરણથી ખેડૂતોનો જીવ તાળવે ચોંટી ગયો છે.
Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ