સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારમાં જલારામ સોસાયટીમાં જુગાર રમતા 8 ઈસમોને ઝડપી પડ્યા
- વઢવાણ વિસ્તારમાં જલારામ સોસાયટીમાં પોલીસે રેઇડ પાડી જુગાર રમતા આઠ ઈસમોને રોકડ રકમ સાથે ઝડપી કાર્યવાહી કરી.
વઢવાણ વિસ્તારમાં જલારામ સોસાયટીમાં પોલીસે રેઇડ પાડી જુગાર રમતા આઠ ઈસમોને રોકડ રકમ સાથે ઝડપી કાર્યવાહી કરી. સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા વઢવાણ વિસ્તારની જલારામ સોસાયટીમાં પોલીસે બાતમીના આધારે રેઇડ પાડી હતી.
પોલીસે આ બનાવમાં જાહેરમાં જુગાર રમતા રવિભાઈ ઇશ્વરભાઇ, વિપુલભાઈ હિતેન્દ્રભાઈ, નીતિનભાઈ સવજીભાઈ, કાંતિભાઈ ભીખાભાઇ, બિનેશભાઈ મેથ્યુભાઈ, દિલીપભાઈ રતનાભાઈ, હિરેનભાઇ જીવણભાઈ, નયનભાઇ ખુશાલભાઈ રહે. તમામ વઢવાણ વાળાઓને રોકડા રૂપિયા 17,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ બનાવમાં બી ડિવિઝન પોલીસ મથકે ઝડપાયેલા આઠય ઈસમો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.