સુરેન્દ્રનગરમાં માસ્ક વગર ફરતા નાગરિકોને
રૂ. 500 દંડ ભરવા ઘરે મેમો આવ્યો
- સુરેન્દ્રનગર શહેરીજનો સાવધાની રાખશો.
- સીસીટીવી કેમેરા ચાલુ થઈ ગયા છે
- માસ્ક નહીં પહેરનારને 500ના દંડનો મેમો
સુરેન્દ્રનગર શહેરીજનો સાવધાની રાખશો. કારણ કે સુરેન્દ્રનગરમાં તમામ સીસીટીવી કેમેરા ચાલુ થઈ ગયા છે અને તેના મારફત ટ્રાફિક અને માસ્ક નહીં પહેરનારને 500ના દંડનો મેમો ઘરે આવી રહ્યો છે. તાજેતરમાં અનેક વાહન ચાલકોને માસ્ક વગર અથવા ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત કરતા હોય તેવા ફોટો ફોટો સાથેના મેમા ઘરે આવી રહ્યા છે. કોરોનાકાળ દરમ્યાન રાજ્ય-સરકારે ઈ મેમાની કામગીરી અટકાવી દીધી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર બી.આર.સી (BRC) ભવન ખાતે શિક્ષકો માટે ફેર બદલી કેમ્પ યોજાયો
ત્યારબાદ અચાનક ઈ મેમાની કામગીરી શરૂ કરી દેવાતા અનેક વાહન ચાલકોને દંડ ભરવાનો વારો આવ્યો છે.
વઢવાણ સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમમાં ડૂબી રહેલ મામા ભાણેજને બહાર કાઢી માનવ જિંદગી બચાવી