થાનગઢ શહેરમાં અઠવાડિયામાં ચાર દિવસ સ્વયંભૂ ગામ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો
- થાનગઢ શહેરમાં અઠવાડિયામાં ચાર દિવસ સ્વયંભૂ ગામ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.
- ગામના અગ્રણીઓની હાજરીમાં બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
- મંગળવાર, બુધવાર, ગુરૂવાર બજાર આખો દિવસ ખુલ્લી રહેશે
થાનગઢ શહેરમાં અઠવાડિયામાં ચાર દિવસ સ્વયંભૂ ગામ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. થાનગઢ પંથકમાં કોરોનાની મહામારીનું સંક્રમણ વધતા ભરડામાં લોકો આવી રહ્યા છે. ત્યારે વેપારી એસોસિયેશન અને નગરપાલિકા પ્રમુખ નીનાબેન ડોડીયા તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ લાલાભાઇ ભરવાડ તેમજ મામલતદાર પટેલ તેમજ પી.એસ.આઇ પરમાર ગામના અગ્રણીઓની હાજરીમાં બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
જેમાં બજાર ભરાતી સોમવારની સદંતર બંધ કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. તેમજ મંગળવાર, બુધવાર, ગુરૂવાર બજાર આખો દિવસ ખુલ્લી રહેશે તેમજ શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવાર ચાર દિવસ સંપૂર્ણ ગામ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
થાનગઢ પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતા બજારોમાં સેનેટાઈઝરની પ્રક્રિયા હાથ ધરાઈ