Patdiના યુવકના આપઘાત કેસમાં યુવકના પરિવારજનોએ પોલીસ મથકે રજૂઆત

Photo of author

By rohitbhai parmar

Patdiના યુવકના આપઘાત કેસમાં યુવકના પરિવારજનોએ પોલીસ મથકે રજૂઆત

પાટડીના યુવકના ખારાઘોડા પાસે ગળાફાંસો ખાઈ આપઘાત કેસમાં યુવકના પરિવારજનોએ પોલીસ મથકે રજૂઆત કરી

Google News Follow Us Link

In the case of suicide of the youth of Patdi the family of the youth presented to the police station

પાટડીના ટીંબાવાસના યુવકે ખારાઘોડા ગામમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે યુવકના આ આપઘાત કેસમાં યુવકના મિત્રો સહિતના પરિવારજનો રજૂઆત કરવા પોલીસ મથકે પહોંચ્યા હતા. અને યુવકના આત્મહત્યાનુ સાચું કારણ બહાર આવે એવી માંગ સાથે 20થી વધુ યુવકો પીઆઇને રજૂઆત કરવા દોડી ગયા હતા. જ્યારે પાટડી પોલીસ ઇન્સ્પેક્ટરે પણ આ કેસમાં સઘન તપાસની ખાત્રી આપી હતી.

પાટડી શહેરના ટીંબાવાસ વિસ્તારમાં રહેતા 22 વર્ષના યુવક કરણ મેલાભાઈ ઠાકોરે ખારાઘોડા ગામ પાસે ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ આસપાસના લોકો સહિતનાઓને થતાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પાટડી પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. આથી પરિવરજનો તેમજ પોલીસ કાફલો પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો. પાટડી પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

PGVCL ELECTRICITY RAIDS – ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના 333 કનેક્શન ચેક કરાયા

જ્યારે પ્રાથમિક તપાસમાં ભોગ બનનાર યુવક કરણ મેલાભાઈ ઠાકોર સાયબર ફ્રોડનો શિકાર થયો હતો. અને કોઈ પરપ્રાંતિય નંબરમાં મોટી રકમ ટ્રાન્સફર કર્યા બાદ છેલ્લા ઘણા સમયથી ગુમસુમ રહેતો હતો. આથી સાયબર ફ્રોડના કારણથી મોતને વ્હાલું કર્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

જ્યારે આશાસ્પદ યુવકની આત્મહત્યાથી માતા-પિતા સહિત પરિવારજનો પર આભ તુટી પડ્યું હતું. અને યુવકની લાશ જોઈને પરિવારજનોના રોકકળ અને આક્રન્દથી વાતાવરણમાં ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ત્યારે સાયબર ફ્રોડના કારણથી યુવકે આત્મહત્યા કરી લીધી હોવાના અનુમાનના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.

ત્યારે પાટડીના યુવકના ખારાઘોડા પાસે ગળે ફાંસો ખાઈ આપઘાત કેસમાં યુવકના મિત્રો સહિતના પરિવારજનો રજૂઆત કરવા પોલીસ મથકે પહોંચ્યા હતા. અને યુવકની આત્મહત્યાનુ સાચું કારણ બહાર આવે એવી માંગ સાથે 20થી વધુ યુવકો પીઆઇને રજૂઆત કરવા દોડી ગયા હતા. જ્યારે પાટડી પોલીસ ઇન્સ્પેક્ટરે પણ આ કેસમાં સઘન તપાસની ખાત્રી આપી હતી.

CRPFમાંથી નિવૃત્તિ બાદ વતન લખતરમાં પરત ફરતા જવાનનું પરિવાર અને ગ્રામજનો દ્વારા સ્વાગત

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link