વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં રામ ભક્તોએ ઘેર રહીને મર્યાદા પુરૂષોત્તમ એવા શ્રીરામ ભગવાનની પૂજા કરી હતી
- સુરેન્દ્રનગર શહેરમાં રામ ભક્તોએ ઘેર રહીને મર્યાદા પુરૂષોત્તમ એવા શ્રીરામ ભગવાનની પૂજા કરી રામનવમીની ઉજવણી કરી હતી.
- જય જયશ્રી રામના નારા સાથે આરતી પણ ઉતારી હતી.
સુરેન્દ્રનગર શહેરમાં રામ ભક્તોએ ઘેર રહીને મર્યાદા પુરૂષોત્તમ એવા શ્રીરામ ભગવાનની પૂજા કરી રામનવમીની ઉજવણી કરી હતી. સુરેન્દ્રનગરમાં રામનવમી નિમિત્તે શ્રી રામ ભક્તોએ ઘરે રહીને મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામની પૂજા તેમજ આરતી કરી હતી.
સુરેન્દ્રનગર લખતરમાં રામમહેલમાં રામનવમીના મહાપર્વની સાદગીથી ઉજવણી કરાઇ
શહેરીજનોએ કોરોનાના સમયમાં ઘરે જઈને મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જન્મદિવસની ઉજવણી કરીને જય જયશ્રી રામના નારા સાથે આરતી પણ ઉતારી હતી અને દેશ અને દુનિયામાંથી કોરોનાની વૈશ્વિક મહામારી ઝડપથી દૂર થાય અને શહેરીજનોનું આરોગ્ય જળવાઈ રહે તેવી ભગવાન શ્રીરામને પ્રાર્થના પણ કરી હતી.