Wadhwan – વઢવાણ ગેબનશાપીર સર્કલની વચ્ચે લાઇટો બંધ રહેતા અંધારપટ્ટ છવાયો

Photo of author

By rohitbhai parmar

Wadhwan વઢવાણ ગેબનશાપીર સર્કલની વચ્ચે લાઇટો બંધ રહેતા અંધારપટ્ટ છવાયો

Google News Follow Us Link

In the middle of the Wadhwan Gebanshapir circle, darkness fell with the lights off

  • ચાર રસ્તા હોવાથી નાના-મોટા વાહનોથી લોકોને અકસ્માતનો ભય

ગરમીનું વાતાવરણ જોવા મળતા લોકો હવે હરવા-ફરવા સર્કલ અને પુલ ઉપર આવી રહ્યા છે

વઢવાણ ગેબનશાપીર સર્કલે હાલ લોકો મોડી સાંજના સમયે હરવા-ફરવા આવી રહ્યા છે. ત્યારે આ સર્કલની વચ્ચોવચ્ચ જ લાઇટો બંધ હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે આ સર્કલે ચાર રસ્તાઓ હોવાથી નાના-મોટા વાહનોની અવરજવરથી લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં હાલ લોકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે. સવારે ઠંડી તેમજ બપોર બાદ ગરમીના કારણે લોકો હળવા થવા માટે પરિવારો સાથે હવે શહેરના પુલો તેમજ સર્કલો ઉપર આવી રહ્યા છે. ત્યારે વઢવાણ ગેબનશાપીર સર્કલ થોડા મહિનાઓ પહેલા નવુ બનાવવામાં આવ્યું હતું. આ સર્કલની વચ્ચે જ ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પણ આવેલી છે. પરંતુ આ સર્કલ ઉપર જ અંધારા છવાઇ ગયા હોય તેવા ઘાટ સર્જાયો છે. કેટલાક દિવસોથી આ સર્કલની વચ્ચે જ લાઇટો બંધ રહેવાથી સર્કલની વચ્ચે લોકો બેસી પણ શકતા નથી. બીજી તરફ આ સર્કલે ચાર રસ્તાઓ પસાર થાય છે.

આ અંગે પ્રહલાદભાઈ પરમાર, કાંતિભાઈ મકવાણા વગેરે જણાવ્યુ કે, આ સર્કલથી રોડ ઉપર તેમજ પુલો ઉપર લાગેલી લાઇટો ચાલુ હોય છે. પરંતુ તે સર્કલથી ઘણી દૂર પડી જાય છે. જ્યારે સુરેન્દ્રનગર, લખતર, અમદાવાદ, વઢવાણ, લીંબડી જતા આવતા નાના-મોટા વાહનોની દિવસ-રાત અવરજવર રહે છે. આ ઉપરાંત વઢવાણના જુના-નવા પુલ ઉપરથી આવતા વાહનો તેમજ અમદાવાદ સુરેન્દ્રનગર તરફથી આવતા વાહનો કઇ દિશા તરફ વળી જાય તે નક્કી ન હોવાથી અને લાઇટનો અભાવે રાત્રિના સમયે લોકોને અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે. આથી આ સર્કલની વચ્ચે લગાવેલી લાઇટો ચાલુ કરવામાં આવે તો લોકોમાં રાહત થાય.

Botad – બોટાદના કુંભારા ગામે પીકઅપ વાને પલટી મારતા 2ના મોત, 25 લોકો ઇજાગ્રસ્ત

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link