સુરેન્દ્રનગરનાં થિયેટરમાં ચાલુ ફિલ્મમાં યુવકે અડપલાં કરતાં મારામારી, લોકોએ માર મારતા યુવકે સાગરીતો બોલાવ્યા
સુરેન્દ્રનગરના મહાલક્ષ્મી થિયેટરમાં ફિલ્મ જોવા આવેલા પરિવાર સાથે અસામાજિત તત્વોએ કરી મારામારી, લોકોએ માર મારતા યુવકે સાગરીતો બોલાવ્યા
- સુરેન્દ્રનગરમાં ચાલુ ફિલ્મમાં મારામારી
- મહાલક્ષ્મી થિયેટરમાં થઇ બબાલ
- યુવતિની છેડતી કરતા મારામારી
સુરેન્દ્રનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, તેનો ખોફ એટલો બધો વધી જતો હોય છે તે સામાન્ય માનવીને જીવવું મુશ્કેલ બની જતું હયો છે, સુરેન્દ્રનગરના મહાલક્ષ્મી થિયેટરમાં ફિલ્મ જોવા આવેલા પરિવાર સાથે અસામાજિત તત્વોએ મારામારી કરી હતી જેમાં પરિવારને અપશબ્દો બોલી માર મારાયો હતો.
– યુવતિની છેડતી કરતા મારામારી:
સુરેન્દ્રનગર મહાલક્ષ્મમી થિયેટરમાં ફિલ્મ જોવા માટે આવેલા પરિવારની યુવતી સાથે કેટલાક શખ્સોએ છેડછાડ કરતા મામલો બિચકાયો હતો. પરિવાર સાથએ આવેલી યુવતીને અપશબ્દો બોલી અસામાજિક તત્વોએ છેડતી કરતા પરિવારના સભ્યોએ યુવકને માર માર્યો હતો. જે બાદ યુવકે તેના સાગરિતોને બોલાવીને પરિવાર સાથે મારામારી કરી હતી, તો સમગ્ર ઘટનાને લઈને થિયેટરમાં પણ ભાગદોડ મચી ગઈ હતી.
– પોલીસે સમગ્ર મામલે શરૂ કરી તપાસ:
શહેર અને રાજ્યમાં આવા અસામાજિક તત્વો બેફામ બન્યા છે જેમને પોલીસ અને કાયદોનો કોઈ ડર રહ્યો નથી, જેને કારણે રસ્તે જતા લોકોને હેરાન પરેશાન અસામાજિક તત્વોને છુટોદોર મળી જતો હોય છે. પોલીસ પણ આવા અસામાજિક તત્વો સામે કોઈ નક્કર કાર્યવાહી નથી કરતા જેના કારણે આવી ઘટના બનતી હોય છે, ત્યારે સુરેન્દ્રનગર મહાલક્ષ્મીમાં ફિલ્મ જોવા આવેલા પરિવારની દીકરી સાથે અપશબ્દો બોલી યુવકે તેની છેડતી કરી હતી જે બાદ પરિવારને યુવકને માર મારતા યુવકે તેના સાગરિતો બોલાવી યુવતીના પરિવાર સાથે મારામારી કરી હતી. જેને લઈને સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી છે તો પોલીસ દ્વારા પણ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી છે.
કોરોનાકાળ બાદ ગુજરાતીઓ મનમુકીને દિવાળીની રજાઓમાં ફર્યા, આબુ, દિવ-ડુમસ, ગીર પ્રવાસીઓથી ઉભરાયું