વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં કોરોના કેસમાં 60 ટકા જેટલો ઘટાડો નોંધાતા આરોગ્ય તંત્રએ રાહત અનુભવી
- સુરેન્દ્રનગર શહેરની સાથે જિલ્લામાં ઉતારોતર કેસનો વધારો નોંધાયા બાદ 60 ટકા જેટલો ઘટાડો
- આરોગ્ય તંત્રે રાહતનો શ્વાસ લીધો.
- 16 દિવસ બાદ 60 ટકા જેટલા કેસોમાં નોંધપાત્ર ઘટાડો
સુરેન્દ્રનગર શહેરની સાથે જિલ્લામાં ઉતારોતર કેસનો વધારો નોંધાયા બાદ 60 ટકા જેટલો ઘટાડો નોંધાતા. આરોગ્ય તંત્રે રાહતનો શ્વાસ લીધો. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. ત્યારે અંદાજે 16 દિવસ બાદ નોંધપાત્ર કેસોમાં ઘટાડો કહી શકાય તેમ સંખ્યા ઘટતા આરોગ્ય તંત્રે રાહતની લાગણી અનુભવી છે.
વઢવાણ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ મેડિકલ સ્ટોર ધારકે મેડિસિન રાહત ભાવે આપવાની જાહેરાત કરી
સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંક 5868 જ્યારે તેની સામે કુલ 391 લોકોના મૃત્યુ થયાનું નોંધાયુ છે. આમ આ પરિસ્થિતિ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં 16 દિવસ બાદ 60 ટકા જેટલા કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.