Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વ સહાય જૂથની બહેનો દ્વારા નવરાત્રી મેળાનો શુભારંભ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વ સહાય જૂથની બહેનો દ્વારા નવરાત્રી મેળાનો શુભારંભ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વ સહાય જૂથની બહેનો દ્વારા નવરાત્રી મેળાનો શુભારંભ

Google News Follow Us Link

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન હેઠળ મહિલાઓના સશક્તિકરણ અને સ્વરોજગારી માટે કાર્યરત સ્વસહાય જૂથોના સભ્યો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ અર્થે સ્વામી વિવેકાનંદ કોમ્યુનિટી હોલ, જોરાવરનગર ખાતે જિલ્લા કક્ષાનો નવરાત્રી મેળો જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો.

સવારે 10થી રાત્રીના 10 સુધી મેળો ખુલ્લો રહેશે

નવરાત્રીના પર્વને ધ્યાને રાખતા બજારમાં હાથ બનાવટના પરંપરાગત ચણિયાચોળી સહિતના વસ્ત્રો, અલંકારોની માંગ છે ત્યારે આ પ્રકારની વસ્તુઓ બનાવતી સ્વસહાય જૂથની બહેનોને પોતાના ઉત્પાદનો માટે સારું બજાર મળી રહે તે માટે તા.27/09/2022 સુધી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10:00 કલાકથી સાંજે 10:00 કલાક સુધી આ નવરાત્રી મેળો જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.

મેળાની મુલાકાત લેવા જાહેર જનતાને અનુરોધ કરાયો

આ મેળામાં જુદા જુદા 10 જેટલા સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ખાણીપીણીની વિવિધ વસ્તુઓ, હેન્ડલૂમ,

હેન્ડીક્રાફ્ટના ઉત્પાદનો જેવા કે પગ લુછણીયા, ખાદીની વસ્તુઓ, આસન પટ્ટા, શેતરંજી, દોરી વર્ક, ગૃહ સુશોભનની

વસ્તુઓ, ચણિયા ચોળી, કટલરી, જ્વેલરી, થેલી-થેલા જેવી કાપડની બનાવટો, પટોળા, ઇમિટેશન જવેલરી સહિતની

સહિતની અલગ-અલગ વસ્તુઓ આ મેળામાં વેચાણ અર્થે ઉપલબ્ધ હશે.

જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લાની જનતાને મેળાની મુલાકાત લેવા તથા ચીજ વસ્તુઓની ખરીદી કરવા અનુરોધ કરાયો છે.

આ કાર્યક્રમમાં લીડ ડિસ્ટ્રીક મેનેજરશ્રી પ્રતિરૂપ શર્મા, ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ મેનેજરશ્રી અરાસું બર્નાબસ, જિલ્લા લાઇવલી હૂડ મેનેજરશ્રી સતીષ ગમાર સહિત સ્વ સહાય જૂથોની બહેનો સહિત મુલાકાતીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version