Independence Day 2021: પીએમ મોદીની વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવાની જાહેરાત પર પાકિસ્તાનમાં આકરી ટીકા

- 14 ઓગસ્ટે દેશમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ
- પાકિસ્તાન દર વર્ષે 14 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ મનાવે છે.
- પીએમ મોદીએ કહ્યુ કે આઝાદીના જશ્નની સાથે જ વિભાજનનુ દર્દ પણ યાદ આવે છે.
દેશના 75મા સ્વતંત્રતા દિવસના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને સંબોધિત કર્યો. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ કે આઝાદીના જશ્નની સાથે જ વિભાજનનુ દર્દ પણ યાદ આવે છે. આ સાથે જ પીએમે દર વર્ષે 15 ઓગસ્ટથી એક દિવસ પહેલા 14 ઓગસ્ટે દેશમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવાની જાહેરાત કરી છે, જેની પાકિસ્તાનમાં આકરી ટીકા થઈ રહી છે.
પાકિસ્તાન દર વર્ષે 14 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ મનાવે છે. એવામાં પીએમ મોદીની આ જાહેરાત પર પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા આને શરમજનક જણાવી છે. ભારતમાં પણ કેટલાક લોકોએ આ નિર્ણયનુ સ્વાગત કર્યુ છે તો કેટલાક આનાથી સંમત નથી.
14 ઓગસ્ટે પીએમ મોદીએ કરી હતી જાહેરાત
પીએમ મોદીએ એક દિવસ પહેલા એટલે કે 14 ઓગસ્ટે સોશ્યલ મીડિયા પર આ સંબંધિત જાહેરાત કરી હતી. પીએમ મોદીએ ટ્વીટર પર લખ્યુ, દેશના વિભાજનના દર્દથી પસાર થનાર લોકોની યાદમાં 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવશે. આ વાત આજે વડા પ્રધાન મોદીએ ભારતના 75મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાથી દેશને સંબોધિત કરતા દોહરાવી.
પાકિસ્તાને વ્યક્ત કરી ટીકા
પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યુ, ભારતીય વડા પ્રધાને વર્ષ 1947ની ઘટનાઓ વિશે જે ટ્વીટ કરી છે, તેનાથી એ સાબિત થાય છે કે કોઈ પણ આધુનિક દેશ પોતાનાથી વિરોધાભાસ વ્યક્ત કરતા નથી જેવુ કે તથાકથિત દુનિયાનુ સૌથી મોટુ લોકતંત્ર!
પાકિસ્તાને આને શરમજનક ગણાવ્યુ અને કહ્યુ હિંદુત્વ વિચારધારાને માનનારા નફરત અને હિંસાને પ્રોત્સાહન આપનારા હવે પાખંડપૂર્ણ રીતે 1947માં આઝાદી દરમિયાન ભારે વિસ્થાપન અને ત્રાસદીપૂર્ણ ઘટનાઓને એકતરફ ઉઠાવી રહ્યા છે.
રાજ કુંદ્રાને ‘ગુરુ’ માનતી હતી શર્લિન ચોપરા, કહ્યું ‘શિલ્પા શેટ્ટીને પણ પસંદ હતા મારા વીડિયો’