INDIAN ARMY DAY / આજે આર્મી દિવસ, માતૃભૂમિ માટે શહીદ થનાર વીર જવાનોને સલામ કરવાનો દિવસ, PM શું બોલ્યા જુઓ
આજે ભારતીય સેના માટે ખૂબ મહત્વનો દિવસ છે. આજે માં ભોમની રક્ષા કાજે શહીદ થયેલા અને પોતાના બાલબચ્ચાઓથી હજારો કિમી દૂર સેના પર ખડેપગે રહેલા સૈનિકોને થેન્ક યુ કહેવાનો દિવસ છે.
- આજે દેશનો 74 મો આર્મી ડે
- ભારતીય સેનાના પરાક્રમો યાદ કરવાનો દિવસ
- જાણો શા માટે ઉજવાય છે આજે
ભારતીય સેના માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. વર્ષ 1949 માં આ દિવસે, ફિલ્ડ માર્શલ કેએમ કરિયપ્પાએ જનરલ ફ્રાન્સિસ બુચર પાસેથી ભારતીય સેનાની કમાન સંભાળી હતી. ફ્રાન્સિસ બુચર ભારતના છેલ્લા બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ હતા. સેનાની કમાન સંભાળ્યા પછી, ફિલ્ડ માર્શલ કેએમ કરિયપ્પા ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ બન્યા. ભારતીય સેનાના ટોચના કમાન્ડર તરીકે કરિઅપ્પાએ કાર્યભાર સંભાળ્યો તેની યાદમાં આ દિવસ દર વર્ષે ‘આર્મી ડે’ તરીકે ઉજવવામાં આવે છે.
આજે 74 મો આર્મી ડે :-
આ દિવસે રાજધાની દિલ્હી અને તમામ આર્મી હેડક્વાર્ટરમાં સૈન્ય પરેડ, સૈન્ય પ્રદર્શન અને અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન સમગ્ર દેશ સેનાના અદમ્ય સાહસ, શૌર્ય અને બલિદાનને યાદ કરે છે. આજે એટલે કે 15 જાન્યુઆરી 2022ના રોજ 74મો આર્મી ડે ઉજવવામાં આવી રહ્યો છે.
ઉત્તરાયણમાં દોરાથી ગળું ન કપાય તે માટે અમદાવાદીઓ સજાગ, વાહન ચાલકો અપનાવી રહ્યા છે આવા નુસખા!
PM મોદીએ આપી શુભકામનાઓ:-
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજના દિવસે શહીદોને યાદ કર્યા હતા અને તેમના શૌર્ય અને બહાદુરીના વખાણ કર્યા હતા.
1776માં થઈ હતી ભારતીય સેનાની રચના:-
કોલકાતામાં ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા 1776માં ભારતીય સેનાની રચના કરવામાં આવી હતી. દેશની આઝાદી પહેલા સેના પર અંગ્રેજ કમાન્ડરનો કબજો હતો. આ પછી, જ્યારે વર્ષ 1947 માં દેશ આઝાદ થયો, ત્યારે પણ ભારતીય સેનાના પ્રમુખ બ્રિટિશ મૂળના હતા. લગભગ બે વર્ષ પછી, 15 જાન્યુઆરી 1949ના રોજ, સ્વતંત્ર ભારતના છેલ્લા બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ ફ્રાન્સિસ બુચરે ભારતીય સેનાની કમાન ભારતીય લેફ્ટનન્ટ જનરલ કે.એમ. કરિયપ્પાને સોંપી.
આ પછી તેઓ જ સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય લશ્કરી કમાન્ડર બન્યા હતા. તે ભારતના ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક છે. તેથી જ દર વર્ષે 15 જાન્યુઆરીને ભારતીય સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આર્મી ડે મનાવવાનો હેતુ એ પણ છે કે દેશની રક્ષામાં પોતાનો જીવ આપનાર તમામ શહીદોને સલામ કરવાનો અને દેશની સેવામાં લાગેલા જવાનોને સલામ કરવાનો પણ છે.
આખરે કેવી રીતે ક્રેશ થયું હતું CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર, કોર્ટ ઓફ ઇન્કવાયરીમાં થયો ખુલાસો
પ્રથમ ભારતીય લશ્કરી કમાન્ડર ફિલ્ડ માર્શલ કરિઅપ્પા:-
1899માં કર્ણાટકના કુર્ગમાં જન્મેલા ફિલ્ડ માર્શલ કરિઅપ્પાએ માત્ર 20 વર્ષની ઉંમરે બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં નોકરી શરૂ કરી હતી. આ પછી, તેમને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બર્મામાં જાપાનીઓને હરાવવા બદલ ઓર્ડર ઓફ બ્રિટિશ સામ્રાજ્ય પણ એનાયત કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે કરિઅપ્પાએ 1947ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પશ્ચિમી સરહદ પર સેનાનું નેતૃત્વ કર્યું હતું.
આજે નાઇટ કર્ફ્યૂની ગાઇડલાઇન્સનો છેલ્લો દિવસ, 10થી વધુ શહેરોમાં વધી શકે છે લિમિટ