ભારતની હરનાઝ સંધુએ જીત્યો મિસ યુનિવર્સનો તાજ, જાણો કોણ છે આ યુવતી

Photo of author

By SOHAM 24 NEWS

ભારતની હરનાઝ સંધુએ જીત્યો મિસ યુનિવર્સનો તાજ, જાણો કોણ છે આ યુવતી

આ વર્ષે 12 ડિસેમ્બરે ઇઝરાયેલમાં 70મી મિસ યુનિવર્સ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધાના પ્રારંભિક તબક્કામાં 75 થી વધુ સુંદર અને પ્રતિભાશાળી મહિલાઓએ ભાગ લીધો હતો

Google News Follow Us Link

ભારતની હરનાઝ સંધુએ જીત્યો મિસ યુનિવર્સનો તાજ, જાણો કોણ છે આ યુવતી

  • 12 ડિસેમ્બરે ઇઝરાયેલમાં 70મી મિસ યુનિવર્સ સ્પર્ધા યોજાઇ હતી.
  • 75 થી વધુ સુંદર અને પ્રતિભાશાળી મહિલાઓએ ભાગ લીધો હતો.
  • ભારતનું પ્રતિનિધિત્વ કરનાર હરનાઝ સંધુ ટોપ 10માં સ્થાન મેળવ્યું હતું.
  • હરનાઝને મિસ યુનિવર્સ 2021 પેઝન્ટ માટે ટોપ ફેવરિટ તરીકે ગણવામાં આવી હતી.

Miss Universe 2021: આ વર્ષે 12 ડિસેમ્બરે ઇઝરાયેલમાં 70મી મિસ યુનિવર્સ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધાના પ્રારંભિક તબક્કામાં 75 થી વધુ સુંદર અને પ્રતિભાશાળી મહિલાઓએ ભાગ લીધો હતો.

CDS જનરલ રાવતના આજે અંતિમસંસ્કાર: દુર્ઘટનાનું કારણ શું?

આ પહેલા 70મી મિસ યુનિવર્સ 2021માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર હરનાઝ સંધુ ટોપ 10માં સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધાની શરૂઆતમાં નિર્ણાયકોને આકર્ષિત કર્યા પછી, હરનાઝે સ્વિમસૂટ રાઉન્ડ માટે રનવે પર તેણીનો આત્મવિશ્વાસ અને ગ્રેસ દર્શાવ્યો. અદભૂત મરૂન કેપ-સ્લીવ સ્વિમસૂટમાં સજ્જ, હરનાઝે બધાને પ્રભાવિત કર્યા

ભારતની હરનાઝ સંધુએ જીત્યો મિસ યુનિવર્સનો તાજ, જાણો કોણ છે આ યુવતી

ઉલ્લેખનિય છે કે,હરનાઝને મિસ યુનિવર્સ 2021 પેઝન્ટ માટે ટોપ ફેવરિટ તરીકે ગણવામાં આવી હતી. આ વખતે આ સ્પર્ધા ઈઝરાયેલના ઈલિયટમાં યોજાઈ રહી છે અને આ વખતે તેને મેદાન મારતા મિસ યુનિવર્સનો તાજ પોતાના નામ કર્યો છે.

કેટરીનાએ પોતાના હાથ વડે વિક્કીને લગાવી હલ્દી, કપલે કંઇક આ રીતે માણી લગ્નના જશ્નની મજા

આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તૈયારી કરવાના તેના મોટા પડકાર વિશે વાત કરતાં હરનાઝે કહ્યું, ‘મારા અને મારી ટીમ માટે સૌથી મોટો પડકાર એ હતો કે મારી જીત પછી (LIVA મિસ દિવા યુનિવર્સ 2021 તરીકે), અમારી પાસે મિસ યુનિવર્સ માટે તૈયારી કરવા માટે માત્ર એક મહિનાનો સમય હતો. આટલા ઓછા સમયમાં મને તૈયાર કરવો એ એક મોટો પડકાર હતો. ટીમ અને મેં અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.

ભારતની હરનાઝ સંધુએ જીત્યો મિસ યુનિવર્સનો તાજ, જાણો કોણ છે આ યુવતી

હરનાઝ વિશે વાત કરીએ તો, મૉડલ-ઍક્ટ્રેસને ઑક્ટોબરમાં મિસ યુનિવર્સ ઇન્ડિયા 2021નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. હરનાઝે 2017માં ટાઇમ્સ ફ્રેશ ફેસ બેક સાથે તેની સૌંદર્ય સ્પર્ધાની શરૂઆત કરી હતી. 21 વર્ષની દિવા હાલમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ કરી રહી છે. તેણીએ ફેમિના મિસ ઈન્ડિયા પંજાબ 2019 જેવા ઘણા પેજન્ટ ટાઇટલ પણ જીત્યા છે. આ સાથે તેણે ઘણી પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

4 વર્ષમાં સુરેન્દ્રનગરમાંથી 450 દર્દીએ આઇસીયુ ઓન વ્હીલ્સનો લાભ લીધો

વધુ સમાચાર માટે…

abp અસ્મિતા

Google News Follow Us Link