Site icon સોહમ 24 ન્યુઝ

જનતા પર ફરી મોંઘવારીનો માર: દેશમાં રાંધણગેસના ભાવમાં રૂ. 3.50નો વધારો; કોમર્શિયલ સિલિન્ડર પણ મોંઘું થયું

જનતા પર ફરી મોંઘવારીનો માર: દેશમાં રાંધણગેસના ભાવમાં રૂ. 3.50નો વધારો; કોમર્શિયલ સિલિન્ડર પણ મોંઘું થયું

Google News Follow Us Link

દેશમાં મોંઘવારી અટકવાનું નામ નથી લઈ રહી. ગુરુવારે LPG ગેસના ભાવમાં વધારો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘરેલુ એલપીજી ગેસ-સિલિન્ડરની કિંમતમાં 3.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 8 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે દેશમાં LPG સિલિન્ડરની કિંમત 1005 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. આ વધારો એવા સમયે થયો છે, જ્યારે દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવથી લોકો પહેલેથી જ પરેશાન છે.

રાંઘણ ગેસ-સિલિન્ડરની કિંમતમાં વધારા બાદ 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત આજથી દિલ્હી અને મુંબઈમાં 1003 રૂપિયા, કોલકાતામાં 1029 રૂપિયા, ચેન્નઈમાં 1018.5 રૂપિયા થઈ ગઈ છે.

કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ મોંઘું થયું

ઘરેલુ એલપીજી સિવાય કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ રૂ.8 મોંઘું થયું છે. આજથી દિલ્હીમાં 19 કિલોનું સિલિન્ડર રૂ. 2354, કોલકાતામાં 2454 રૂપિયા, મુંબઈમાં 2306 રૂપિયા અને ચેન્નઈમાં 2507 રૂપિયામાં મળશે. તમને જણાવી દઈએ કે 7મી મેના રોજ કોમર્શિયલ ગેસ-સિલિન્ડર 10 રૂપિયા સસ્તું થયું હતું.

આ વર્ષે ભાવમાં સતત વધારો થયો છે

આ વર્ષે એલપીજી ગેસ-સિલિન્ડરની કિંમતમાં અનેકગણો વધારો થયો છે. 1લી એપ્રિલે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં રૂ. 250નો વધારો જોવા મળ્યો હતો. ત્યાર બાદ એની કિંમત 2253 રૂપિયા થઈ ગઈ હતી. અગાઉ 1 માર્ચ 2022ના રોજ કોમર્શિયલ એલપીજીની કિંમત 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, એટલે કે છેલ્લા ઘણા મહિનાઓથી ગેસ-સિલિન્ડરની કિંમતોમાં વધારો કરાઈ રહ્યો છે.

દીવાલ પડતાં 12 શ્રમિકનાં મોત: હળવદમાં મીઠાના કારખાનામાં કરુણાંતિકા સર્જાતા મરણચીસો ગુંજી ઉઠી, જેસીબીની મદદથી લાશો બહાર કઢાઈ

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version