વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર દ્વારા કોરોના વેક્સિનની કામગીરીની માહિતી ટ્વીટ કરીને અપાઈ
- સુરેન્દ્રનગર કલેકટર દ્વારા કોરોના વેક્સિનની કામગીરીની માહિતી ટ્વીટ કરીને અપાઈ.
- આવનારા દિવસોમાં કોરોનાની ત્રીજી લહેરનાં સંકેતો મળી રહ્યા છે
- લોકજાગૃતિ લાવવા માટે આરોગ્ય વિભાગ અને વિવિધ સંસ્થાઓ દ્વારા અથાત પ્રયાસો

સુરેન્દ્રનગર કલેકટર દ્વારા કોરોના વેક્સિનની કામગીરીની માહિતી ટ્વીટ કરીને અપાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની બીજી લહેર થંભી છે ત્યારે આવનારા દિવસોમાં કોરોનાની ત્રીજી લહેરનાં સંકેતો મળી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓમાં કોરોના વેક્સિન બાબતે લોકજાગૃતિ લાવવા માટે આરોગ્ય વિભાગ અને વિવિધ સંસ્થાઓ દ્વારા અથાત પ્રયાસો થઈ રહ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગર ટાવર ચોક વિસ્તારમાંથી રાત્રી કર્ફ્યુ દરમિયાન ઝડપાઇ બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાઈ
જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વેક્સિન માટેના કેમ્પો યોજાઇ રહ્યા છે. જેમાં લોકો ઉત્સાહભેર કોરોનાની વેક્સિન લઈને કોરોનાની મહામારી સામે લડવાની તૈયારી દર્શાવી રહ્યા છે ત્યારે આવા લોકોનો ઉત્સાહ વધારવા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા ટ્વીટ કરીને માહિતી પણ આપવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગરમાં નિયમો હળવા કરવા સાથે દેવ મંદિરે દર્શનાર્થીઓ માટે ખુલશે, નાના ધંધાર્થીઓને રાહત થશે