Site icon સોહમ 24 ન્યુઝ

INS Vikrant: આવી ગયો સમુદ્રનો શહેનશાહ… PM મોદીએ INS વિક્રાંત કર્યો રાષ્ટ્રને સમર્પિત

INS Vikrant: આવી ગયો સમુદ્રનો શહેનશાહ… PM મોદીએ INS વિક્રાંત કર્યો રાષ્ટ્રને સમર્પિત

INS Vikrant: આવી ગયો સમુદ્રનો શહેનશાહ… PM મોદીએ INS વિક્રાંત કર્યો રાષ્ટ્રને સમર્પિત

INS Vikrant દેશનું પહેલું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર છે. જે નૌસેનાને સોંપાયું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલુ સ્વદેશી વિમાનવાહક યુદ્ધ જહાજ INS Vikrant નૌસેનાને સોંપી દીધું છે. INS Vikrantની ખાસિયત એ છે કે આ એક સ્વદેશી યુદ્ધ જહાજ છે. તેને 2009માં બનાવવાનું શરુ કરવામાં આવ્યું હતું. હવે 13 વર્ષ બાદ આ નૌસેનાને મળ્યું છે. નૌસેનાનું નવું Ensign વસાહતી ભૂતકાળથી દૂર અને ભારતીય મેરીટાઇમ હેરિટેજથી ભરપૂર છે.

20 હજાર કરોડના ખર્ચે તૈયાર થયું છે આ એરક્રાફ્ટ કેરિયર

આશરે રૂ. 20,000 કરોડના ખર્ચે બનેલ એરક્રાફ્ટ કેરિયરે ગયા મહિને દરિયાઈ પરીક્ષણનો ચોથો અને અંતિમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ નૌકાદળના નાયબ વડાએ કહ્યું કે, INS વિક્રાંત માટે દેશના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપકરણો બનાવવામાં આવ્યા છે. આ માટે અંબાલા, દમણ, કોલકાતા, જલંધર, કોટા, પુણે અને દિલ્હી જેવા શહેરોમાં પણ સાધનો બનાવવામાં આવ્યા છે. તેમણે માહિતી આપી હતી કે, INS વિક્રાંત માટે 2500 કિમી લાંબી ઇલેક્ટ્રિકલ કેબલ ભારતમાં બનાવવામાં આવી છે.

                              https://twitter.com/ANI/status/1565555265516490752/

જાણો શું છે INS વિક્રાંતની વિશેષતાઓ ?

જો તમે INS વિક્રાંતની વિશેષતા પર નજર નાખો તો તે સંપૂર્ણપણે સ્વદેશી યુદ્ધ જહાજ છે. તેની લંબાઈ 262 મીટર અને પહોળાઈ 60 મીટર છે. તેના વજનની વાત કરીએ તો તે 45 હજાર ટન વજનનું જહાજ છે. INS વિક્રાંત એકસાથે 30 ફાઈટર પ્લેન ચલાવવા માટે સક્ષમ છે. આ જહાજને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળની જાહેર ક્ષેત્રની શિપયાર્ડ કંપની કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે. વિક્રાંત અત્યાધુનિક સ્વચાલિત સુવિધાઓથી સજ્જ છે અને ભારતના દરિયાઈ ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ છે એમ નિવેદનમાં જણાવાયું છે.

                               https://twitter.com/ANI/status/1565550697739091968/

પીએમએ નવા નીશાનનું કર્યું અનાવરણ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરેલામાં નૌસેનાનાં નવા નિશાનનું અનાવરણ કર્યું છે. રક્ષામંત્રી રાજ્નાથી સિંહ, રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનારાઈ વિજયન સહીત અન્ય સૈન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

Edible oil: પામતેલના ભાવમાં થયો મોટો ઘટાડો

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી

Google News Follow Us Link

Exit mobile version