IPL Auction Live: આઈપીએલ ઓક્શનમાં હવે 600 ખેલાડીઓ પર લાગશે બોલી, BCCIએ જોડ્યા 10 પ્લેયર્સ

Photo of author

By SOHAM 24 NEWS

IPL Auction Live: આઈપીએલ ઓક્શનમાં હવે 600 ખેલાડીઓ પર લાગશે બોલી, BCCIએ જોડ્યા 10 પ્લેયર્સ

Google News Follow Us Link

IPL Auction Live: આઈપીએલ ઓક્શનમાં હવે 600 ખેલાડીઓ પર લાગશે બોલી, BCCIએ જોડ્યા 10 પ્લેયર્સ

આઈપીએલની 15મી એડિશન માટે આજે ખેલાડીઓની હરાજી થશે. આ વખતે લીગમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ સહિત મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ એમ કુલ 10 ટીમો હિસ્સો લેશે.

  • આઈપીએલની 15મી એડિશન માટે મેગા ઓક્શનનું આયોજન 12-13 ફેબ્રુઆરીના રોજ સવારે 11:00 વાગ્યાથી બેંગલુરૂ ખાતે થશે

આઈપીએલની 15મી એડિશન માટે આજે ખેલાડીઓની હરાજી થશે. આ વખતે લીગમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ સહિત મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ એમ કુલ 10 ટીમો હિસ્સો લેશે. બેંગલુરૂ ખાતે 2 દિવસ સુધી ચાલનારા આઈપીએલ મેગા ઓક્શન 2022માં કુલ 590 ખેલાડીઓ પોતાની કિસ્મત અજમાવતા જોવા મળશે. બેઝ પ્રાઈસનો સ્લેબ 2 કરોડ રૂપિયા, 1.5 કરોડ રૂપિયા, 1 કરોડ રૂપિયા, 75 લાખ રૂપિયા, 50 લાખ રૂપિયા, 40 લાખ રૂપિયા, 30 લાખ રૂપિયા અને 20 લાખ રૂપિયાનો છે.

IPL Auction Live: આઈપીએલ ઓક્શનમાં હવે 600 ખેલાડીઓ પર લાગશે બોલી, BCCIએ જોડ્યા 10 પ્લેયર્સ

આઈપીએલ 2022 મેગા ઓક્શન માટે કુલ 1,214 ખેલાડીઓએ પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું હતું. 2 દિવસના આઈપીએલ ઓક્શન બાદ તમામ ફ્રેન્ચાઈઝીસની આઈપીએલ ટીમ 2022 પૂરી થશે. બીસીસીઆઈની આ અંતિમ હરાજી હશે કારણ કે, તે આને ખતમ કરવાની યોજના બનાવી રહ્યું છે. એનું કારણ એ છે કે, મોટા ભાગની ફ્રેન્ચાઈઝીસ પોતાના સ્થાયી સંયોજનમાં છેડછાડ નથી કરવા માગતી. પહેલા દિવસે 161 ખેલાડીઓ પર બોલી લાગશે જ્યારે બીજા દિવસે બચેલા ખેલાડીઓને પસંદ કરવાની ત્વરિત પ્રક્રિયા થશે. દક્ષિણ આફ્રિકાનો 43 વર્ષીય ઈમરાન તાહિર હરાજીમાં સૌથી વધારે ઉંમરનો અને અફઘાનિસ્તાનનો 17 વર્ષીય નૂર અહમદ સૌથી યુવાન ખેલાડી છે.

– આઈપીએલની 15મી એડિશન માટે મેગા ઓક્શનનું આયોજન 12-13 ફેબ્રુઆરીના રોજ સવારે 11:00 વાગ્યાથી બેંગલુરૂ ખાતે થશે.

– આઈપીએલ 2022 મેગા ઓક્શનનું સીધું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાશે.

– આઈપીએલ 2022 ઓક્શનનું લાઈવ સ્ટ્રીમિંગ તમે ડિઝની હોટસ્ટાર એપ પર પણ જોઈ શકશો.

OnePlus New Launch: ફાસ્ટ ચાર્જિંગ અને 64 મેગાપિક્સલ કેમેરા સાથે આવશે OnePlus Nord CE 2, જાણો કેટલો સસ્તો મળશે ફોન

વધુ સમાચાર માટે…

ગુજરાત સમાચાર 

Google News Follow Us Link