વેલેન્ટાઈન ડે પર ISRO લોન્ચ કરશે ‘સર્વેલન્સ સેટેલાઇટ’ EOS-4, જાણો શા માટે મહત્વનું છે આ મિશન
ISRO વેલેન્ટાઈન દિવસે પૃથ્વીથી 529 કિમી દૂર ધ્રુવીય ભ્રણ કક્ષામાં સર્વેલન્સ સેટેલાઈટ અંતરીક્ષમાં મોકલશે
- 14મી ફેબ્રુઆરીએISRO લોન્ચ કરશે સર્વેલન્સ સેટેલાઇટ
- EOS-04ને પૃથ્વીની 529 કિમી દૂર ધ્રુવીય ભ્રમણ કક્ષામાં તૈનાત કરવામાં આવશે
- EOS-4/RISAT-1A ઉપગ્રહની સાથે વધુ બે ઉપગ્રહો હશે
EOS-04ને પૃથ્વીની 529 કિમી દૂર ધ્રુવીય ભ્રમણ કક્ષામાં તૈનાત કરવામાં આવશે
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અનુસાર, તેનું સૌથી ભરોસાપાત્ર રોકેટ PSLV-C52 14 ફેબ્રુઆરીના રોજ સવારે 5.59 કલાકે આ વર્ષના પ્રથમ પ્રક્ષેપણ માટે તૈયાર છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચપેડ પર રોકેટને એસેમ્બલ કરવામાં આવી રહ્યું છે. અને તેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. લોન્ચ પ્રક્રિયા સવારે 4:29 થી શરૂ થશે. જ્યારે કાઉન્ટડાઉન 25-30 મિનિટ વહેલા શરૂ થશે. આ રોકેટ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં ભારતના રોકેટ પોર્ટના પ્રથમ લોન્ચ પેડ પરથી લોન્ચ થશે. EOS-04ને 529 કિમીની સૂર્ય-તુલ્યકાલિક ધ્રુવીય ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.
EOS-4/RISAT-1A ઉપગ્રહની સાથે વધુ બે ઉપગ્રહો હશે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ પ્રથમ- INSPIREsat-1 અને બીજો ભારત-ભૂતાન સંયુક્ત ઉપગ્રહ INS-2B હશે ISROના જણાવ્યા અનુસાર, અવકાશ એજન્સી પૃથ્વી અવલોકન સેટેલાઇટ EOS-4/RISAT-1A લોંચ કરશે. પૃથ્વીની ભ્રમણ કક્ષા સ્થાપિત કરી શકે છે. હકીકતમાં, ગયા વર્ષે જુલાઈ 2021 માં, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા PSLV-C52 રોકેટથી EOS-4 / RISAT-1A ઉપગ્રહ લોન્ચ કરશે, જે એક માઇક્રોવેવ રિમોટ સેટેલાઇટ છે. અગાઉ, INS-2Bનું લોન્ચિંગ માર્ચ 2022 માં નિર્ધારિત હતું, પરંતુ હવે તેને EOS-4 સાથે લોન્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ISROએ ગયા વર્ષે જણાવ્યું હતું કે, તેઓ જુલાઈ 2021માં EOS-4/RISAT-1A સેટેલાઈટને પીએસએલએવી-સી52 રોકેટથી લોન્ચ કરશે. પરંતુ આ લોન્ચ કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેનું લોન્ચિંગ આખરે થઈ રહ્યું છે.
ISRO આ વર્ષના શરૂઆતમાં જ અંદર કેટલાક ઉપગ્રહોની લોન્ચિંગ કરશે
ઈસરો આ વર્ષના શરૂઆતના ત્રણ મહીનામાં અંદર કેટલાક ઉપગ્રહોની લોન્ચિંગની તૈયારીમાં છે. પહેલા તો EOS-4 લોન્ચ થશે ત્યાર બાદ OCEANSAT-3 માર્ચ મહિનામાં લોન્ચ કરવામાં આવશે. જ્યારે એપ્રિલમાં SSLV-D1 માઈક્રોસેટની લોન્ચિંગ થશે. જો કે, કોઈ પણ લોન્ચિંગ તારીખ છેલ્લી ઘડી સુધી બદલાઈ શકે છે.