Janmashtami Fair – સુરેન્દ્રનગર અને વઢવાણમાં જન્માષ્ટમીના મેળાઓનો બે કરોડનો વિમો લેવાયો

Photo of author

By rohitbhai parmar

Janmashtami Fair – સુરેન્દ્રનગર અને વઢવાણમાં જન્માષ્ટમીના મેળાઓનો બે કરોડનો વિમો લેવાયો

સીસીટીવી કેમેરા, ફાયર સેફટી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ખાનગી સિક્યુરિટિ સહિતની સુવિધાઓ સાથે લોકમેળાઓ યોજાશે

Google News Follow Us Link

Janmashtami fairs in Surendranagar and Wadhwan were insured for two crores

  • સરકારની કડક એસઓપી વચ્ચે બન્ને મેળાઓ તા.24મી યોજાશે

સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા દ્વારા યોજાતા સુરેન્દ્રનગર અને વઢવાણ જન્માષ્ટમી લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને બન્ને મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ચાલુ વર્ષે તંત્ર દ્વારા કડક એસઓપી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તેના નિયમોના પાલન સાથે મેળાની તૈયારીઓ ચાલી રહી છે.

આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે જન્માષ્ટમી લોકમેળાનું આયોજન આગામી તારીખ 24 થી 29 ઓગષ્ટ 06 દિવસ સુધી કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે યોજાતા આ ભાતીગળ લોકમેળો માણવા સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત આસપાસનાં જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે હાલ બન્ને લોકમેળાને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Janmashtami fairs in Surendranagar and Wadhwan were insured for two crores

મેળામાં વિવિધ પ્રકારના ચકડોળ, રાઇડ્સ તેમજ સ્ટોલ ઉભા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. નાના બાળકોથી લઈ મોટી ઉંમરના તમામ લોકો મેળો માણી શકે તે માટે મેળા આયોજકો દ્વારા બધી જ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. તેમજ ચાલુ વર્ષે તંત્ર દ્વારા એસઓપી નક્કી કરવામાં આવી છે તે મુજબ મેળામાં એન્ટ્રી અને એકઝીટ અલગ અલગ તેમજ સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટીની સુવિધાઓ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઉપરાંત પ્રાઇવેટ સિક્યુરિટી સહીતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

Health Tips – શ્રાવણ મહિનામાં તમે પણ ઉપવાસ કરો છો? આ વાતોનું રાખજો ખાસ ધ્યાન

તેમજ કોઈ આકસ્મિક ઘટના બને તે અંગે દર વર્ષે મેળામાં લેવામાં આવતો વિમો પણ આ વખતે બમણો લેવામાં આવ્યો છે. જેમાં રૂપિયા બે કરોડની રકમો વિમો લેવામાં આવ્યો છે. મેળામાં વિવિધ ચકડોળ, ઈલેક્ટ્રોનિક રાઈડસ, ખાણીપીણી સહીતના અલગ અલગ સ્ટોલ ઉભા કરવામાં આવી રહ્યાં છે. તેમજ મેળામાં દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ લોકડાયરા સહીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મેળો માણવા આવતા લોકો શાંતિપૂર્ણ રીતે અને સુરક્ષિત રીતે મેળો માણી શકે તે માટે તમામ પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

Janmashtami 2024- ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી? જાણો તિથિ, તારીખ અને શુભ મુહૂર્ત

ગુજરાત સમાચાર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link