Kirtan Bhajan – સુરેન્દ્રનગરમાં કીર્તન ભજન અંતાક્ષરી 2023નું આયોજન
હાલ પરસોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે ભક્તિ માટે અનોખુ આયોજન સુરેન્દ્રનગરમા કરવામાં આવ્યું. કલરવ સેવા ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા કીર્તન ભજન અંતાક્ષરી 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એસ.એસ.વ્હાઈટ કંપનીના માલિક રાહુલભાઈ શુકલએ ઉપસ્થિત રહીને ભાગ લેનાર સ્પર્ધકોની બિરદાવ્યા હતા. આ આયોજન દેવયાનીબેન રાવલના અધ્યક્ષતામાં જુદા-જુદા ચાર વિભાગમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ જોડાઈ આ આયોજનને સફળ બનાવેલ. કાર્યક્રમના અંતે ઇનામ વિતરણ કરી સ્પર્ધકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમનું સંચાલન ડોક્ટર નરેન્દ્રભાઈ રાવલ, હેમાંગીનીબેન જાની, દેવાંગભાઈ રાવલ અને કાર્યક્રમની વ્યવસ્થા હરેશભાઈ દવેએ સંભાળી હતી. આયોજનને સફળ બનાવવા અમૃતા રાવલ તથા કલર પરિવારે જહેમત ઉઠાવેલ.
Central GST Department – વઢવાણ જીએસટી આઉટરીચ પ્રોગ્રામ યોજાયો