Site icon સોહમ 24 ન્યુઝ

Kisan Sahay Rally – સુરેન્દ્રનગરમાં ‘આપ’ના નેતા રાજુ કરપડાની આગેવાનીમાં ‘કિસાન સહાય રેલી’ નીકળી

Kisan Sahay Rally – સુરેન્દ્રનગરમાં આપના નેતા રાજુ કરપડાની આગેવાનીમાં કિસાન સહાય રેલીનીકળી

છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર ગુજરાતમાં અત્યંત અતિભારે વરસાદ જોવા મળ્યો હતો અને સાથે સાથે વાવાઝોડા પણ જોવા મળ્યા હતા. જેના કારણે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને અત્યંત ભારે નુકસાન થયું છે. સુરેન્દ્રનગરમાં પણ ધોધમાર વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે અને ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે.

છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર ગુજરાતમાં અત્યંત અતિભારે વરસાદ જોવા મળ્યો હતો અને સાથે સાથે વાવાઝોડા પણ જોવા મળ્યા હતા. જેના કારણે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને અત્યંત ભારે નુકસાન થયું છે. સુરેન્દ્રનગરમાં પણ ધોધમાર વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે અને ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે. જેને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં આજે વિશાળ કિસાન સહાય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સુરેન્દ્રનગરના બહુમાળી ભવનના ખેરાળી રોડથી શરૂ થઈ હતી. અને જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યાં હતા.

સુરેન્દ્રનગર જીલ્લામાં તાજેતરમાં થોડા દિવસો પહેલા માત્ર પાંચ દિવસમાં જ સરેરાશ અંદાજે 20 ઈંચ થી વધુ વરસાદ નોંધાયો હતો. જેને કારણે જીલ્લાના ચોટીલા, મૂળી, થાન તાલુકા સહિત અન્ય તાલુકાના ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતાં મહામહેનતે કરેલ કપાસ, મગફળી, અડદ સહિતના પાકો સંપૂર્ણ ધોવાઈ જતા મોટા પાયે નુકશાન પહોચ્યું છે. મોંઘાદાટ બિયારણો અને દવાઓનો ખર્ચ કરી ખેડૂતોએ વાવેતર કર્યું હતું.

પરંતુ વરસાદને કારણે નુકશાન જતા હાલત કફોડી બની છે. ત્યારે તંત્ર અને સરકાર દ્વારા તમામ તાલુકાઓમાં ખેડૂતોના ખેતરો સુધી જઈ નુકશાની અંગે  સાચો સર્વે હાથ ધરી પૂરતું વળતર ચુકવવાની માંગ સાથે ખેરાળી રોડ પર થી વિવિધ બેનરો અને સૂત્રોચાર સાથે થાળી વેલણ વગાડી અને નુકશાન થયેલ બળી ગયેલા પાકના છોડ સાથે બહુમાળી ભવન ખાતે જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી અને નુકશાની અંગે વળતર ચૂકવવાની ઉગ્ર માંગ કરી હતી.

System Disrupted – સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઈ

વરસાદના કારણે ખેડૂતોને પાકમાં થયેલા નુકસાનની સામે સહાયની માંગ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય કરવા માટે સાચો સચોટ સર્વે કરવામાં આવે અને તેના આધારે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ દિવસ અને દિવસે ગંભીર બનતી જાય છે અને ગુજરાતનો ખેડૂત દેવાદાર બનતો ગયો છે અને તેવી પરિસ્થિતિમાં હવે ધોધમાર વરસાદના કારણે ઘણા ખેડૂતો પાયમાલ બની ગયા છે, તો આ ખેડૂતોને સરકાર દ્વારા તત્કાલિક ધોરણે સહાય કરવામાં આવે તેવી અમે આશા રાખીએ છીએ.

આ તકે જીલ્લાના મૂળી, ચોટીલા, થાન સહિતના તાલુકાના ખેડુતો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. સરકારની એસડીઆરએફ યોજના અંતર્ગત હાલ ખેડૂતોને પ્રતિ હેકટર દીઠ નુકશાની પેટે રૂ.20,000 જેટલી સહાય ચૂકવવામાં આવે છે તે સહાયમાં પણ વધારો કરવાની માંગ કરી હતી. તેમજ આ અંગે જો યોગ્ય ઉકેલ નહિ આવે તો આગામી દિવસોમાં જીલ્લાભરના ખેડુતો એકત્ર થઈ સરકાર સામે ઉગ્ર આંદોલન અને લડત કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

આ તકે ખેડુત આગેવાનો રાજુભાઈ કરપડા, અમૃતભાઈ મકવાણા, કમલેશ કોટેચા, સતીષ ગમારા, દેવકરણભાઈ જોગરાણા, રમેશભાઈ મેર સહિતનાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને જીલ્લા ખેતીવાડી અધિકારીને ખેડુતોને થયેલ નુકશાન અંગે ખેતરો સુધી જઈ સર્વે કરી વળતર ચુકવવાની ઉગ્ર રજુઆત કરી હતી.

Organized – ગુજરાત બિઝનેસ ગ્લોરી એવોર્ડ 2024 નું આયોજન કરાયું

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version