કેએલ રાહુલે સર્જરી બાદ ફેન્સને આપી ખુશખબર, આ સીરીઝમાં વાપસી માટે છે તૈયાર
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલની જર્મનીમાં સર્જરી (KL Rahul Surgery) સફળ રહી છે. તેમણે ખુદ ગુરૂવારે આ વિશે જાણકારી આપી હતી. 30 વર્ષીય રાહુલે ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે જેમાં તે હસતો જોવા મળી રહ્યો છે. તે એક બેડ પર બેઠેલો નજર આવી રહ્યો છે અને તેણે સફેદ ટી શર્ટ પહેરેલી છે.
કેએલ રાહુલની આ પોસ્ટ પ્રમાણે તેની સર્જરી સફળ રહી છે. અને તે રીકવર થઈ રહ્યો છે. રાહુલે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, મારા માટે થોડા અઠવાડિયા તકલીફજનક રહ્યા હતા પરંતુ સર્જરી સફળ રહી.

આ પોસ્ટ પર હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ સહિત અનેક લોકોએ કોમેન્ટ કરી છે, હાર્દિકે તેના પર હાર્ટ વાળું ઈમોજી શેર કર્યું છે. બીજી તરફ સૂર્યકુમારે લખ્યું કે, ઝડપથી રિકવર થાવ. રિતિકાએ બોડી બિલ્ડિંગ વાળું ઈમોજી શેર કર્યું છે.
તમને જણાવી દઈએ કે, રાહુલ દક્ષિણ આફ્રિકાની સામે T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળવા તૈયાર હતા પરંતુ તે પહેલા જ તે ગ્રોઈન ઈન્જરીનો શિકર બની ગયો હતો. આ કારણે તેને સિરીઝમાંથી બહાર થવું પડ્યું હતું. ત્યારબાદ આયર્લેન્ડ સામેની સિરીઝનો પણ તે હિસ્સો ન હોતો બની શક્યો.
દક્ષિણ આફ્રિકા સામે T20 સિરીઝમાં ઋષભ પંતે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. બીજી તરફ આયર્લેન્ડ સામે 2 મેચોની T20 સિરીઝમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કેપ્ટનશી સોંપવામાં આવી હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 શ્રેણી 2-2 થી બરાબર રહી હતી. આ સાથે જ આયર્લેન્ડ સામે 2-0થી જીત મેળવી હતી.
વિન્ડીઝ પ્રવાસ પર થઇ શકે છે કેએલ રાહુલની વાપસી
હાલમાં, કેએલ રાહુલની સર્જરી થઈ છે, તેથી ચાહકો તે જાણવા માંગે છે કે તે ક્યારે ટીમ ઈન્ડિયામાં પાછો ફરશે. કારણ કે હાલ ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે છે અને ત્યાર બાદ તેને વેસ્ટ ઈન્ડિઝ જવા રવાના થવાની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતનો ઓપનર રાહુલ વિન્ડીઝ પ્રવાસ પર જશે ત્યાં સુધીમાં તે ફિટ થઈ જશે. આ પ્રવાસમાં ભારતને 3 વનડે અને 5 મેચની ટી-20 સિરીઝ રમવાની છે. વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચેની સીરીઝ 22 જુલાઈથી શરૂ થશે, જે 7 ઓગસ્ટ સુધી ચાલશે. આવી સ્થિતિમાં રાહુલ આ પ્રવાસમાં પસંદગી માટે ઉપલબ્ધ રહે તેવી શક્યતા છે.
ગૌરવ : ભારતીય ક્રિકેટમાં ગુજરાતીઓનો દબદબો, વડોદરાની 2 મહિલા ક્રિકેટરનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ