Koffee With Karan 7: શોમાં આવવા Ranbir Kapoorએ મૂકી શરત! Karan Joharએ ન સ્વીકારતાં ‘ના’ પાડી દીધી!

Photo of author

By rohitbhai parmar

Koffee With Karan 7: શોમાં આવવા Ranbir Kapoorએ મૂકી શરત! Karan Joharએ ન સ્વીકારતાં ‘ના’ પાડી દીધી!

7 જુલાઈથી કરણ જોહરનો (Karan Johar) ચેટ શો ‘કોફી વિથ કરણ 7’ (Koffee With Karan 7) શરૂ થવાનો છે. જેમાં ફિલ્મમેકરના કેટલાક ખાસ સેલેબ્સ મિત્રો મહેમાન બનશે. જો કે, આ સીઝનમાં રણબીર કપૂરની (Ranbir Kapoor) ગેરહાજરી ફેન્સને ખટકી રહી છે. કરણ જોહરે એક ઈન્ટરવ્યૂમાં તેના ન આવવા પાછળનું કારણ જણાવ્યું હતું.

Google News Follow Us Link

Koffee With Karan 7: Ranbir Kapoor's condition to come to the show! Karan Johar refused and said no!

  • ‘કોફી વિથ કરણ 7’ના પહેલા એપિસોડના મહેમાન બનશે આલિયા ભટ્ટ અને રણવીર સિંહ
  • કંઈક આડાઅવળું બોલી જવા પર ગરબડ થશે તેવા ડરથી રણબીર કપૂર શોમાં નહીં આવે
  • શમશેરા, બ્રહ્માસ્ત્ર અને એનિમલ બેક-ટુ-બેક ફિલ્મોમાં વ્યસ્ત છે રણબીર કપૂર

કરણ જોહર (Karan Johar) તેના ચેટ શોની નવી સીઝન સાથે તૈયાર છે. ‘કોફી વિથ કરણ 7’ આજથી (7 જુલાઈ) (Koffee With Karan 7) ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રિમ થવાનો છે. થોડા દિવસ પહેલા કરણ જોહરે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કયા-કયા સેલિબ્રિટી તેની સાથે કાઉચ પર બેસીને કોફી પીતા-પીતા ચેટ કરશે તેની ઝલક દેખાડી હતી. જ્યારે શોની સાતમી સીઝનની જાહેરાત થઈ ત્યારે નવપરિણીત દંપતી આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) સાથે તેના મહેમાન બનશે તેવા રિપોર્ટ્સ વહેતા થયા હતા. જો કે, તે ખોટા સાબિત થયા અને એક્ટ્રેસ તેના પતિ નહીં પરંતુ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’ના (Rocky Aur Rani Ki Prem Kahani) કો-એક્ટર રણવીર સિંહ સાથે આવવાની છે. રણબીર કપૂર આખરે આ સીઝનમાં કેમ નથી આવવાનો તે પાછળનું કારણ કરણ જોહરે પોતે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

લગ્નના બીજા જ મહિને આલિયા પ્રેગ્નન્ટ: એપ્રિલમાં રણબીર કપૂર સાથે લગ્ન ને જૂનમાં સોશીયલ મીડિયામાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી

કોફી વિથ કરણ 7′માં આવવાની રણબીર કપૂરે કેમ ના પાડી?

સાતમી સીઝનમાં રણબીરની ગેરહાજરી વિશે વાત કરતાં કરણ જોહરે એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘તે મારા ક્લોઝ ફ્રેન્ડ્સમાંથી એક છે. તેણે મને કહ્યું હતું કે ‘જો હું કંઈ કહીશ તો ગરબડ થઈ જશે. તેથી હું આવી રહ્યો નથી’. તેણે મને તેમ કહીને પણ ચીડવ્યો હતો કે ‘જો તને જે ફી મળે છે, તે મને મળશે તો જ હું આવીશ’. મેં તેને કહ્યું હતું ‘મારે શું કામ તને આપવા જોઈએ?. હું તને નથી આપી રહ્યો. તું જે ફિલ્મો કરી રહ્યો છે તે માટે હું તને પૂરતા પૈસા આપી રહ્યો છું’. હું તેના નિર્ણયનો આદર કરું છું. તે ક્લોઝ ફ્રેન્ડ છે તેથી તેણે ન આવવું જોઈએ. તે ઈચ્છે તો જ તેણે આવવું જોઈએ’.

નીતૂ કપૂર સબ્યસાચીના રેડ કલરના આઉટફિટમાં જોવા મળી, મિલિયન ડોલર સ્માઇલે બ્રાઇડલ લૂકમાં લગાવ્યા ચાર ચાંદ

અપકમિંગ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે રણબીર કપૂર

વર્ક ફ્રંટની વાત કરીએ તો, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ખૂબ જલ્દી અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળવાનો છે, જે 9 સપ્ટેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. કરણ જોહર તેનો કો-પ્રોડ્યૂસર છે. આ સિવાય એક્ટર પાસે સંજય દત્ત અને વાણી કપૂર સાથેની ‘શમશેરા’ પણ છે, જે 22 જુલાઈએ રિલીઝ થશે. રણબીરે ફિલ્મનું પ્રમોશન કરવાનું પણ શરૂ કરી દીધું છે. આ બે ફિલ્મ ઉપરાંત તે એનિમલ અને લવ રંજનના અનટાઈટલ્ડ પ્રોજેક્ટમાં પણ કામ કરી રહ્યો છે. જેમાં શ્રદ્ધા કપૂર ઓપોઝિટમાં છે.

એક્ટ્રેસ કૃષ્ણ ભક્તિમાં લીન: ‘અનુપમા’ની ‘નંદિની’ એક્ટિંગ કરિયર છોડીને આશ્રમમાં રહેવા લાગી, સવાર-સાંજ પૂજા પાઠ ને ભજન કરે છે

વધુ સમાચાર માટે…

આઈ એમ ગુજરાત

Google News Follow Us Link