Site icon સોહમ 24 ન્યુઝ

Kolkata Rape Case – સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડીકલ કોલેજના જુનીયર ડોક્ટરોએ કેમ્પસમાં સુત્રોચ્ચાર સાથે રેલી યોજી ન્યાયની માંગણી કરી

Kolkata Rape Case - In Surendranagar, doctors staged a rally in the campus with slogans demanding justice

Kolkata Rape Case - In Surendranagar, doctors staged a rally in the campus with slogans demanding justice

Kolkata Rape Case – સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડીકલ કોલેજના જુનીયર ડોક્ટરોએ કેમ્પસમાં સુત્રોચ્ચાર સાથે રેલી યોજી ન્યાયની માંગણી કરી

Google News Follow Us Link

પશ્ચિમ બંગાળના કોલકાતામાં જુનીયર ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના બનાવને લઇ દેશભરમાં રોષ ફેલાયો છે. ત્યારે સુરેન્દ્રનગર મેડીકલ કોલેજ ખાતે જુનીયર ડોક્ટરો દ્વારા ન્યાયની માંગણી કરવામા આવી હતી અને કાળી પટ્ટી ધારણ કરી સુત્રોચ્ચાર સાથે રેલી પણ યોજવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળના કોલકાતમાં ટ્રેઈની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના બનાવને લઇ દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. જ્યારે દેશભરમાં આ બનાવમાં આરોપીઓને ઝડપી પાડવા અને કડક સજા કરવા માંગ સાથે ડોક્ટર એસોસીએશન દ્વારા બંધનુ એલાન કરવામા આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામા પણ આ ઘટનાના પ્રત્યાઘાતો પડ્યા હતા. જેમાં શહેરની મેડીકલ કોલેજ ખાતે જુનીયર ડોક્ટર દ્વારા રેલી યોજવામાં આવી હતી. જે કેમ્પસમાં સુત્રોચ્ચાર સાથે ફરી હતી. આ અંગે જુનીયર ડોક્ટર એસોસીએશન આગેવાન ડો.કુલદીપભાઇ ડાંગરે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં દુષ્કર્મ અને હત્યાના બનાવમાં ન્યાય માટે અમે માંગ કરી રેલી યોજી હતી. જ્યારે દેશવ્યાપી વિરોધમાં જોડાયા છીએ અને ન્યાયની માંગ કરીએ છીએ.

આ વિરોધ દરમિયાન ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી. જુનીયર ડોક્ટરોની સાથે સમર્થનમાં સિનિયર ડોક્ટરોએ પણ સમર્થન જાહેર કરાયુ હતું. આ અંગે ઇન્ડીયન મેડીકલ એસોસીએશનના સુરેન્દ્રનગરના આગેવાન ડો.કમલેશભાઇ પરીખે જણાવ્યું કે, અમે આ જઘન્ય અપરાધને વખોડી કાઢીએ છીએ બંગાળમા થયેલા મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમા 17 ઓગષ્ટ સંપુર્ણ દિવસથી 18 ઓગષ્ટ સંપુર્ણ દિવસ સવારના 6 કલાક સુધી આઇએમએના આદેશથી હડતાલને લઇ તમામ હોસ્પીટલ બંધ રહેશે. જેમાં ઇમરજન્સી સેવાઓ ચાલુ રખાશે. જ્યારે થાન ડોક્ટર એસોસીએશન દ્વારા પણ હડતાલમા જોડાવાનુ જાહેર કરી 17 ઓગષ્ટથી 18 ઓગષ્ટ રવિવાર સવારે 6 કલાક સુધી હડતાલમાં જોડાવાનુ જાહેર કરાયું હતું.

Surendranagar – સુરેન્દ્રનગર જિલ્લામાંથી જુગાર રમતા 25 શખ્સો ઝડપાયા

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version