લખતરનું વણા જુના મનદુઃખે માર માર્યો
- અગાઉ બોલાચાલી થઈ હતી
- મનદુઃખ રાખી
- લોખંડના પાઈપ વડે હૂમલો

લખતર તાલુકાના વણા ગામે રબારી વાસમાં રહેતા ગોવિંદભાઈ સાથે રમેશભાઈ કોળીને અગાઉ બોલાચાલી થઈ હતી. જેનું મનદુઃખ રાખી રમેશભાઈએ ફરીથી ગોવિંદભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. ત્યારે એકદમ ઉશ્કેરાઈ જઈને ગોવિંદભાઈ પર રમેશભાઈ ભીખાભાઈએ અને ભીખા જગાભાઈએ લોખંડના પાઈપ વડે હૂમલો કરી ગોવિંદભાઈને માથાના ભાગે ઈજાઓ પહોંચાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ગોવિંદભાઈએ હુમલો કરનાર પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગરના અનાજના ગોડાઉન પરથી રાશન સમિતિએ આનાજ પહોંચાડવાની કવાયત હાથ ધરાઇ