Site icon સોહમ 24 ન્યુઝ

Lalbaugcha Raja: મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાની મૂર્તિ પરથી પડદો ઉઠાવાયો, વીડિયોમાં કરો દર્શન

Lalbaugcha Raja: મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાની મૂર્તિ પરથી પડદો ઉઠાવાયો, વીડિયોમાં કરો દર્શન

Lalbaugcha Raja – મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાની મૂર્તિ પરથી પડદો ઉઠાવાયો, વીડિયોમાં કરો દર્શન

લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે તેમની 14 ફૂટ ઊંચી ગણેશ મૂર્તિ પરથી પડદો હટાવ્યો હતો.

Google News Follow Us Link

Lalbaugcha Raja First Look: આજે સોમવારે મુંબઈમાં ગણેશ ચતુર્થી પહેલાં પ્રખ્યાત ‘લાલબાગચા રાજા’નો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો હતો. લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે તેમની 14 ફૂટ ઊંચી ગણેશ મૂર્તિ પરથી પડદો હટાવ્યો હતો. દર વર્ષે, મુંબઈની પુતલાબાઈ ચાલમાં ‘લાલબાગચા રાજા’ના દર્શન કરવા માટે લાખો ભક્તો લાલબાગ માર્કેટમાં ઉમટી પડે છે.

ગણેશ ઉત્સવ 31 ઓગસ્ટથી શરૂ થશે :

કોવિડ-19 મહામારીના કારણે બે વર્ષ સુધી ગણેશ ચતૂર્થીની ઉજવણી શાંત માહોલમાં થઈ હતી. ત્યારે આ વર્ષે કોરોના વાયરસનો કહેર ઓછો છે અને જેને લઈ લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ આ વર્ષે પરંપરાગત રીતે તહેવારની ઉજવણી કરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે 10 દિવસ સુધી ચાલનારો આ ગણેશ ઉત્સવ 31 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે.

                            https://twitter.com/ANI/status/1564245842521133057

આયોજનની થીમ અયોધ્યા રામ મંદિર પર રખાઈ :

લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે આ વર્ષે તેમની થીમ અયોધ્યા રામ મંદિર પર રાખી છે.

જાણીતા આર્ટ ડાયરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈએ પંડાલની સજાવટને આકાર આપ્યો છે.

ત્યારે આજે ગણપતિની મૂર્તિ પરથી પડદો ઉઠાવીને લાલબાગચા રાજાના દર્શન કરાવામાં આવ્યા હતા.

આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઢોલ-નગારા અને શરણાઈના સૂર સાથે લાલબાગચા રાજા

ગણપતિની મૂર્તિ પરથી પડદો ઉઠાવવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, લાલબાગચા રાજા મુંબઈ સહિત સમગ્ર દેશમાં ખુબ જ જાણીતું નામ છે. દર વર્ષે ગણેશચતૂર્થીના

દિવસથી 10 દિવસ માટે લાલબાગચા રાજાની સ્થાપના કરવામાં આવે છે. લાલબાગચા રાજાના દર્શન કરવા માટે

બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓ અને અભિનેત્રીઓ સહિત ક્રિકેટરો અને મોટા મહાનુભાવો પણ આવતા હોય છે.

Khufiya First Look: તબ્બુની ફિલ્મ ‘ખુફિયા’નો ફર્સ્ટ લૂક રિલીઝ, સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર

વધુ સમાચાર માટે…

abp અસ્મિતા

Google News Follow Us Link

Exit mobile version