રાજકોટમાં વકીલ હુમલાનો કેસ: ASIના પતિ સહિત 5ને મારતા હોવાનો વીડિયો કોલ પોલીસે ગોકાણી પરિવારને બતાવ્યાનો આક્ષેપ

Photo of author

By rohitbhai parmar

રાજકોટમાં વકીલ હુમલાનો કેસ: ASIના પતિ સહિત 5ને મારતા હોવાનો વીડિયો કોલ પોલીસે ગોકાણી પરિવારને બતાવ્યાનો આક્ષેપ

Google News Follow Us Link

Videocall Police Allegedly Showed Gokani Family Beating 5 Including ASI's Husband
Videocall Police Allegedly Showed Gokani Family Beating 5 Including ASI’s Husband

એડવોકેટ રિપલ ગોકાણી અને તેના પરિવાર પર ખૂની હુમલો કરવાના આરોપીસર રિમાન્ડ પર રહેલા મહિલા એએસઆઈના પતિ જસ્મીન માઢક સહિત પાંચ આરોપીઓને શુક્રવારે રાત્રે ગાંધીગ્રામ પોલીસે ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં પોલીસ મથકમાંથી પોલીસે માર મારતા હોય તે ઘટના વીડિયો કોલ મારફત ગોકાણી પરિવારને બતાવાયાનો આક્ષેપ દક્ષાબેન સહિતનાઓએ કરતા હોબાળો મચી ગયો હતો. જાણ થતાં રાત્રિના બ્રહ્મસમાજના મિલન શુક્લ અને કશ્યપ ભટ્ટ સહિત 100થી વધુ લોકો પોલીસ સ્ટેશને દોડી ગયા હતા.

પોલીસની બહેરેમીથી ઘવાયેલાઓને તાકીદે સારવાર આપવા બ્રહ્મસમાજ કરગર્યો હતો પરંતુ પોલીસે આવેલી 108ને પણ પરત મોકલી માનવતાની હત્યા કરી હતી. મહિલા એએસઆઈના નણંદ દક્ષાબેન મંડીરે રૂદન સાથે આક્ષેપ કર્યો હતો કે, ફરિયાદી એડવોકેટ હોય પોલીસે ઘટનામાં પણ યોગ્ય તપાસ ન કરી ઝડપાયેલા જસ્મીનભાઈ સહિતનાઓને અમાનુષી ત્રાસ આપ્યો હતો. આ ઘટનાના ઘેરા પડઘા પડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

સાહેબ તમે ઢોર માર માર્યો હોસ્પિટલે તો લઈ જાવ

જાણ થતાં જ રાત્રે બ્રહ્મસમાજના 100થી વધુ લોકો પોલીસમથકે ધરણા પર બેસી ગયા. મહિલા એએસઆઈની પુત્રી ચોધાર આંસુએ રડી રહી હતી. તેના ફઈ દક્ષાબેન મંડીર હાથ જોડીને પીઆઈ સામેકરગર્યા હતા. મારા ભાઈને હોસ્પટલે તો લઈ જાવ. રાત્રિના બે વાગ્યા હોવા છતાં ઈજાગ્રસ્તોને હોસ્ટિપટલે લઈ ગયા નહોતા.

ઉજવણી: જામનગરમાં વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 545મા પ્રાકટ્ય ઉત્સવની ઉજવણી કરાઇ

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link