લીંબડીના લિયાદ ગામે LCBનો દરોડો: 30 જુગારીઓ પકડાયા, રૂ.5.97 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
લીંબડીના લિયાદ ગામે LCBનો દરોડો – 30 જુગારીઓ પકડાયા, રૂ.5.97 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
લીંબડી તાલુકાના લિયાદ ગામે રહેણાકના મકાનમાં એલસીબી ટીમે દરોડો પાડી 30 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા શખસો પાસેથી 5,97,200 રૂ.નો મુદ્દામાલ કબજે કર્યો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જુગારનો અડ્ડો ઝડપી સ્થાનિક પોલીસની આબરૂના વટાણા વેરી નાખ્યા હતા. જ્યારે અન્ય એક દરોડામાં બી-ડિવીઝન પોલીસે રાજપર ગામમાંથી 3 આરોપીને જુગાર રમતા પકડી પાડયા હતા.
લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એલસીબી ટીમ દ્વારા પેટ્રોલીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે બાતમી મળી હતી કે લિયાદ ગામે હરજી કરશન માણસુરીયા તેનો પુત્ર કલ્પેશ મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યા છે.
એલસીબી પીઆઈ એમ.ડી.ચૌધરીની સુચનાથી પીએસઆઈ વી.આર.જાડેજાએ ટીમ સાથે બાતમીના સ્થળે દરોડો પાડી હરજી કરશન માણસુરીયા, હુશેન મામજી સંઘરીયાત, સંજય પથા મીઠાપરા, વિક્રમ મેરૂ ગોહિલ, મુકેશ કાળુ સુરેલા, ચેતન ચંદુ માણસુરીયા, દશરથ લાલજી માણસુરીયા, ગોપાલ ગટુર માણસુરીયા, દિપક અશોક દાદરેચા, લલીત વિરમ મેર, વિજય શેંધા વાટુકીયા, કલ્પેશ હરજી માણસુરીયા, અનિલ સોમા શેખ, ઠાકરશી મેરા મીઠાપરા, વિનોદ હેમુ માણસુરીયા, વિજય વાલજી માણસુરીયા, વિજય સાગર રાઠોડ, ઘનશ્યામ ચંદુ સોલંકી, સંજય ઉર્ફે ભુરો દાજી
માણસુરીયા, વિનુ કરશન વાટુકીયા, હુશેન મહમદ ભથાણીયા, મહેશ બચુ સુરેલા, લાલજી વાલા સિંધવ, ભરત પ્રભુ
માણસુરીયા, હરેશ કાળુ સુરેલા, રમેશ મનજી પાટડીયા, ઈશ્વર પ્રભુ મારૂણીયા, ભરત મશરૂ બુટીયા, જાવેદ અહેમદ
ભથાણીયા અને મયુદીન અહેમદ ટીંબલયાને તીનપતીનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પકડાયેલા શખસો પાસેથી
2,01,200 રૂપિયા રોકડા, 2 ઈકો કાર, 17 મોબાઈલ ફોન સહિત 5,97,200 રૂ.નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો
હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એલસીબી ટીમે દરોડો પાડી 30 જુગારીયાને 5.97 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
વઢવાણ તાલુકાના રાજપર ગામમાં પાદરમાં ખૂલ્લી જગ્યામાં બીડિવીઝન પોલીસે જુગારની રેડ કરી હતી. જેમાં રાજપર ગામના અજીતભાઈ લક્ષ્મણભાઈ દેગામડીયા, ભરતભાઈ ઉર્ફે સરકાર ચતુરભાઈ બારૈયા અને કિરણભાઈ ઘનશ્યામભાઈ નાયકને રૂ. 5600ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.