ધ્રાંગધ્રાનાં બે કોવિડ સેન્ટરની જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આગેવાનોએ મુલાકાત લઇ સમીક્ષા કરી
- સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આગેવાનોએ ધ્રાંગધ્રાના બે કોવિડ સેન્ટરની મુલાકાત લઇને સમીક્ષા કરી.

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આગેવાનોએ ધ્રાંગધ્રાના બે કોવિડ સેન્ટરની મુલાકાત લઇને સમીક્ષા કરી. સુરેન્દ્રનગરમાં કોરોનાના કેસ વધવા સાથે તાલુકા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસોમાં વધારો થતાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની બજેટ બેઠક યોજાઇ હતી
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા સહિત ભાજપના આગેવાનોએ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ તેમજ સ્વામિનારાયણ સંસ્કારધામ ખાતે આવેલ કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી અને ભાજપ પ્રમુખએ સારવાર લઈ રહેલ દર્દીઓના ખબર અંતર પૂછી આરોગ્ય કર્મીઓની સાથે પરામર્શ કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
વઢવાણ તાલુકાના લટુડા મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત સેવાયજ્ઞ શરૂ કરાયો