LIC IPO LISTING LIVE: પહેલા જ દિવસે નુકસાનમાં LICના રોકાણકારો, IPO 8.11% ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયો
આજે એટલે કે 17 મેના રોજ દેશનો સૌથી મોટો LIC IPO માર્કેટમાં લિસ્ટ થશે. LICનો IPOને રોકાણકારો દ્વારા સારો રિસ્પોન્સ મળ્યો છે. ઇશ્યૂ 2.95 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. 16.2 કરોડ શેરની સામે 47.77 કરોડ શેર માટે બિડ મળી હતી.
ગ્રે માર્કેટમાં લિસ્ટિંગ પહેલા ઘટાડો
ગ્રે માર્કેટમાં LIC IPOનું પ્રીમિયમ (GMP) લિસ્ટિંગથી પહેલાં વધુ ઘટ્યું છે, જેના કારણે ડિસ્કાઉન્ટ પર લિસ્ટિંગનાં સંકેતો મળી રહ્યા છે. સોમવારે, લિસ્ટિંગના એક દિવસ પહેલા, LIC IPOનો GMP શુન્યથી 25 રૂપિયા સુઘી ઘટાડો થયો હતો. ટોચના સ્ટોક બ્રોકર્સના ડેટા મુજબ, હાલમાં LIC IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ શુન્યથી 15 રૂપિયા નીચો છે.
ઈસ્યુ 2.95 ગણો સબ્સ્ક્રાઇબ થયો
LICના IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. જો કે, આકર્ષક મૂલ્યાંકન હોવા છતાં, તે વિદેશી અને સંસ્થાકીય રોકાણકારોને લલચાવવામાં નિષ્ફળ રહ્યો છે. છૂટક અને અન્ય રોકાણકારો માટે 4 મેના રોજ ખુલેલા આ IPO માટે સબ્સ્ક્રિપ્શનનો 9 મે એ છેલ્લો દિવસ હતો. ઇશ્યૂ 2.95 ગણો સબસ્ક્રાઇબ થયો છે. 16.2 કરોડ શેરની સામે 47.77 કરોડ શેર માટે બિડ મળી હતી.
પોલિસીધારકોનો પોર્શન 6.10 ગણો ભરાયો
પોલિસીધારકો માટે રિઝર્વ રખાયેલ પોર્શન 6.10 ગણો, સ્ટાફ 4.39 ગણો અને છૂટક રોકાણકારોનો હિસ્સો 1.99 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. QIB ના ફાળવેલ ક્વોટાને 2.83 ગણી બિડ મળી છે, જ્યારે NIIનો હિસ્સો 2.91 ગણો સબસ્ક્રાઇબ થયો છે. 17મી મેના રોજ શેર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. મોટાભાગના માર્કેટ એનાલિસ્ટ્સે IPOમાં રોકાણ કરવાની સલાહ આપી હતી.
ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થવાની શક્યતા નથી
IIFL સિક્યોરિટીઝમાં વાઇસ પ્રેસિડેન્ટ (કોમોડિટી એન્ડ કરન્સી), અનુજ ગુપ્તા કહે છે કે LIC IPO ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થવાની શક્યતા નથી. LICના શેર 1,200 થી 1,300 રૂપિયામાં લિસ્ટ થઈ શકે છે.
અત્યારે આટલું નેગેટિવ છે ગ્રે માર્કેટ પ્રીમિયમ
સોમવારે, લિસ્ટિંગના એક દિવસ પહેલા, LIC IPOનો GMP જીરોથી 25 રૂપિયા સુધી નીચે ગયો હતો. આજે તેમાં થોડો સુધારો તો થયો છે, પરંતુ તે હજુ પણ 20 રૂપિયા નેગેટિવમાં ટ્રેડ કરી રહ્યો છે. એક સમયે તે ગ્રે માર્કેટમાં રૂ. 92ના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. ટોચના શેર બ્રોકરના ડેટા મુજબ, હાલમાં LIC IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ શૂન્યથી 20 રૂપિયા નીચે છે. જીએમપી એ જ વાતનો સંકેત આપે છે કે રોકાણકારોને પહેલા જ દિવસે નુકસાન વેઠવું પડી શકે છે. વિશ્લેષકો એવું પણ માની રહ્યા છે કે LICનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટની સાથે થવાનું છે
ઝાલાવાડનું ગૌરવ: વઢવાણના યુવા પક્ષિવિદની વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરની કળા લંડન સુધી પહોંચી