લીંબડીની દીકરી લગ્નની પીઠીના દિવસે જ રાજકોટના ગ્રાઉન્ડમાં દોડી, પાસ પણ થઈ

Photo of author

By SOHAM 24 NEWS

લીંબડીની દીકરી લગ્નની પીઠીના દિવસે જ રાજકોટના ગ્રાઉન્ડમાં દોડી, પાસ પણ થઈ

Google News Follow Us Link

લીંબડીની દીકરી લગ્નની પીઠીના દિવસે જ રાજકોટના ગ્રાઉન્ડમાં દોડી, પાસ પણ થઈ

  • હળદરની પીઠી સાથે રાજકોટ ગ્રાઉન્ડમાં પરીક્ષા આપી હતી.
  • રાજકોટ ખાતે જઈને પીએસઆઇ અને કોન્સ્ટેબલ બન્ને ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કરી હતી.

લીંબડી શહેરના વિષ્ણુનગર સોસાયટીમાં રહેતી દિકરી પોલીસની ભરતી માટે સખત મહેનત કરી હતી. તેમના લગ્નના આગળના દિવસે તા.13 ડિસેમ્બરે હળદરની પીઠી સાથે રાજકોટ ગ્રાઉન્ડમાં પરીક્ષા આપી હતી. આમ પોલીસની પરીક્ષા પાસ કરતા પરિવારજનોમાં હરખની લાગણી ફેલાઇ હતી. આજે તા.14 ડિસેમ્બરે લગ્નજીવનના તાંતણે બંધાશે.

લગ્નની પીઠીના દિવસે જ રાજકોટમાં પોલીસ ભરતી માટે ગ્રાઉન્ડ ટેસ્ટ, લીંબડીની યુવતીની એક દિવસે બે પરિક્ષા

લીંબડી તાલુકાના વિષ્ણુનગર સોસાયટીમા રહેતી પૂજા બળદેવભાઈ મકવાણા જેઓના લગ્ન છે અને તા.12 ડિસેમ્બરે હળદર કેરી પીઠી પણ લગાવી ચૂકેલ છે. ત્યારે તે જ ઘડીએ તેને પીએસઆઇ અને કોન્સ્ટેબલ ભરતીની ગ્રાઉન્ડ ટેસ્ટ આવી ચૂકી હતી. આથી રાજકોટના ગ્રાઉન્ડમાં ત.13 ડિસેમ્બરના રોજ પીઠી પહેરેલી પૂજા મકવાણાએ રાજકોટ ખાતે જઈને પીએસઆઇ અને કોન્સ્ટેબલ બન્ને ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કરી હતી. ઘણા બધા સમાજમાં કુરિવાજો હોય છે કે પીઠી લગાવ્યા બાદ પોતાના શહેર ગામનું પાદર સીમાડો પાર નહીં કરવો પણ આવા કુરિવાજોને ડામી પૂજાએ ગ્રાઉન્ડ પાસ કરી કરી બતાવ્યું હતું.

PM મોદી કાળ ભૈરવ મંદિર પહોંચ્યા, કાશીના કોટવાલની કરી પૂજા-અર્ચના, જુઓ Video

આ સમયે પૂજા અને તેના માતા-પિતાની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા હતા. પૂજા પોતાનાં ઘરે ગ્રાઉન્ડ પાસ કરી ઘરે આવતા પૂજાને તેની બહેનપણીઓ માતા-પિતા અને પરિવારના ભેટી પડ્યા હતાં ત્યારે પુજાના માતા-પિતાએ પણ દીકરી દીકરો એક સમાનનુ ઉદાહરણ સમાજમાં પૂરું પાડ્યું હતું.

સુરેન્દ્રનગર-જોરાવરનગરના કોઝવે પુલ પર ટુ-વ્હીલર અને ST બસ વચ્ચે અકસ્માત

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link